Abtak Media Google News

રાજ્યમાં દિવસે અને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે વર્ષના અંતિમ દિવસે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં નવ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના નવસારી જિલ્લાની છે જ્યાં આવેલી સવારે અકસ્માત થયો હતો. વલસાડ થી ભરૂચ જતી કારે કાબુ ગુમાવી દેતા લક્ઝરી બસ સાથે અથડાઈ હતી જેમાં સાત લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા હતા.

નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા ગામ પાસે આ ઘટના બની હતી. જેમાં વહીવટી તંત્રના અંદાજ મુજબ કાર ચાલકને અચાનક જોકું આવી જતાઅમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી. અને લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બસમાં સવાર લોકો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાંથી પરત ફરી રહ્યા હતા

બસમાં સવાર લોકો વલસાડથી કોલક ગામના વતની છે જો અમદાવાદ ખાતે બીએપીએસ પ્રમુખસ્વામી નગર કાર્યક્રમ માંથી વલસાડ પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને આ અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના ઘટના સ્થળે મોત અને બે લોકોના સારવાર દરમિયાન એમ કુલ નવ લોકોના મોત થયા હતા. બસમાં સવાર 30 લોકોને નાની મોટી ઇજાઓ અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને ખાનગી હોસ્પિટલ હેઠળ સારવાર ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.