સંત શ્રી મુડીયા સ્વામીજીના નિર્વાણ દિન નિમિત્તે સર્વજ્ઞાતિય રક્તદાન કેમ્પનો ધર્મ સાથે સેવા યજ્ઞ

અબતકની મુલાકાતમાં સોરઠીયા ગૌડ

માળવીય બ્રાહ્મણ  સોશિયલ ગ્રુપના આગેવાનોએ આપી વિગતો

 

સોરઠીયા શ્રી ગોડ માળવીય  બ્રાહ્મણ સોસીયલ ગ્રુપ દ્વારા બ્રહ્મલીન સંત શ્રી મુડિયા સ્વામીજીના નિર્વાણ દિન નિમિત્તે સૌપ્રથમવાર સર્વ જ્ઞાતિ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા રક્તદાન કેમ્પના મુખ્ય આયોજકો પ્રમુખ શૈલેષભાઈ દવે, જીતુભાઈ જોશી, અને દીપકભાઈ ભટ્ટે કેમ્પ ની વિગતો આપતા જણાવ્યું હતું કે સંત શ્રી મુડિય સ્વામી જી નિર્વાણ દિને સર્વ જ્ઞાતિ ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે 29 1 23 રવિવારે આલ્ફા કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કોઠારીયા મેન રોડ પર આવેલા ડોક્ટર હેમંતભાઈ ઉપાધ્યાયના દવાખાને સવારે 9:00 થી બપોરે એક સુધી તમામ જ્ઞાતિના લોકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન શિબિરમાં ડોક્ટરોની ટીમ સાથે ઓલરેડી બ્લડ બેન્ક અને આલ્ફા કેર હોસ્પિટલ નો સ્ટાફ સેવા આપશે

આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ સમાજના પ્રમુખ શૈલેષભાઈ દવે જીતુભાઈ જોશી દિપકભાઈ ભટ્ટ હિમાંશુભાઈ ભટ્ટ ભાવેશભાઈ ભટ્ટ સહિતની ટીમ જે મત ઉઠાવી રહી છે સંસ્થા દ્વારા સંત શ્રી મુડિયા સ્વામીજીના નિર્વાણ  દિન નિમિત્તે હવે દર વર્ષે 29 મી જાન્યુઆરીએ રક્તદાન કેમ્પનો સંકલ્પ કર્યો છે આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થનારું રક્ત જરૂરિયાત મત દર્દીઓને આપી દેવામાં આવશે સોરઠીયા શ્રી  ગૌડ    માળવીય બ્રાહ્મણ સમાજ સોશિયલ ગ્રુપની સમગ્ર ટીમને ડોક્ટર તેમજ ભાઈ ઉપાધ્યાય દ્વારા વિવિધ પ્રયોગોને સંગઠનો ના સાથ સહકારથી આયોજિત આ રક્તદાન કેમ્પનો લોકો વધુમાં વધુ સહભાગી બને તેવી અપીલ કરી છે.