Abtak Media Google News

રિક્ષા રોડ પર પલ્ટી ખાઈ જતા ચકકાજામ: બોલેરોને શોધતી પોલીસ

જુનાગઢના ઈવનગર વળાંક પાસે બોલેરો ગાડીએ રીક્ષાને ટકકર મારતા ઉપલેટા નજીકના સણોસરા ગામના પરીવારને હડફેટે લેતા આ પરીવારના એક સભ્યને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ થયું છે. જયારે રીક્ષા ડ્રાઈવર સહિત ૩ સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. બપોરના ૩ વાગ્યાના અરસામાં ઉપલેટા તાલુકાના સણોસરા ગામનો ભેંસદડિયા પરીવાર રીક્ષામાં જુનાગઢથી ઈવનગર જઈ રહેલ તે દરમિયાન પાછળથી આવેલી બોલેરો ગાડીએ રીક્ષાને ઠોકર મારતા સણોસરાના ગોવિંદ મેઘજી ભેંસદડીયા (ઉ.વ.૬૦)ને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ થયું હતું અને આ પરીવારના શારદાબેન ધનજી (ઉ.વ.૬૦) ચંપાબેન ગોવિંદ (ઉ.વ.૫૭), ધનજીભાઈ મેઘજીભાઈ (ઉ.વ.૬૫) તેમજ રીક્ષા ચાલક જીજ્ઞેશભાઈ હસમુખભાઈ ધ્રુવ (ઉ.વ.૪૨)ને ઈજાઓ થતા અને આ બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સના ભરત ઝાલા અને ડો.જયદિપ દવેને થતા તેઓ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. પોલીસે આ બનાવમાં રીક્ષા ડ્રાઈવર જીજ્ઞેશભાઈ હસમુખભાઈની ફરિયાદના આધારે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.