Abtak Media Google News

મૃત્યુઆંક-૧૨ થયો: કાળઝાળ ગરમીમાં રોગચાળો વધતા લોકોમાં ભય: ચાર દર્દી સારવાર હેઠળ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળો વધતા ભયનો માહોલ ફેલાયો છે. હાલ હોસ્પિટલોમાં તાવ અને ઝાડા-ઉલટીના બનાવોમાં દીવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. અને ત્યારે સ્વાઇનફલું  રોગ પણ અટકાવાનું નામ નથી લેતો અને આરોગ્યતંત્ર પણ સ્વાઇનફલુને અટકાવવા મરણીયાં પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં સ્વાઇનફલુથી ચાર વ્યકિતના મોત નીપજયા છે. તેમજ ૧ર કલાકમાં પોરબંદર અને જુનાગઢના પ્રૌઢનું સ્વાઇનફલુથી મોત નિપજયું છે. આમ સ્વાઇનફલુથીમોતનો આંકડો ૧૨ થયો છે.

પોરબંદરના છાયા શહેરમાં રહેતા મોહનભાઇ જોષી (ઉ.વ.૬૦) ને તાવની બીમારીથી પ્રથમ પોરબંદર હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેના લાળના નમુના લઇ મેડીકોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જયાં તેને સ્વાઇનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ મોહનભાઇ દસ દિવસ સારવાર લીધા બાદ ગઇકાલે બપોરે એકાદ વાગ્યે તેનું મોત થયું છે. તેમજ મોહનભાઇને પાનની કેબીન હોવાનું જાણાવા મળ્યું હતું. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમજ વિસ્તારમાં પણ સર્વે કરવામાં આવ્યું હતું.

જુનાગઢમાં રહેતા રાજુભાઇ ભીખાભાઇ મકવાણા નામના ૫૬ વર્ષના પ્રૌઢને ગળામાં બળતરા તેમજ તાવની બિમારીથી રાજકોટ  સીવીલ હોસ્પિટલમાં ગુરુવારે ખસેડવામાં આવ્યા હતા જયાં તેનો સ્વાઇનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.ત્યારબાદ તેને સઘન સારવાર આપવામાં આવીહતી ત્યારબાદ તેનું ટુંકી સારવાર બાદ આજે સવારે સાત વાગ્યે તેમનું મોત નિપજયું હતું. રાજુભાઇ એગ્રિકચર વિભાગમાં સરકારી નોકરી કરતા હોવાનું મળ્યું છે. સંતાનમાં બે દીકરી છે.

જો કે સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૧ર કલાકમાં બે વ્યકિતને સ્વાઇનફલુ ભરખી ગયો છે અને મૃત્યુઆંક ૧ર થયો હતો. હાલ સરકારી હોસ્પિટલમાં કુલ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ દર્દીઓના સ્વાઇનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ અંગે આરોગ્ય તંત્ર સ્વાઇનફલુને અટકાવવા મરણીયા પ્રયાસો કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.