Abtak Media Google News

એકસપાયરી ડેટના બાટલામાં રિફીલીંગ કરતા દુર્ઘટના સર્જાઈ: પ્રચંડ વિસ્ફોટ સ્થાનિક રહીશોમાં ફફડાટ

બાટલો ફાટતા શિવ ફાયર એજન્સીના મેનેજરની ખોપરી ફાટી ગઇ: બાટલો 150 મીટર દુર ફંગોળાયો

શહેરના 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ સામે જીએસપીસી નજીક ફાયર સેફટીનો બાટલો ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શિવ ફાયર એજન્સીના મેનેજરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. બે મહિલા ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. એકસપાયરી ડેટના બાટલમાં કાર્બન ડાયોકસાઇડ ગેસ રિફીલીંગ કરતા દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. પ્રચંડ વિસ્ફટના કારણે બિલ્ડીંગના રહીશો ભૂકંપ આવ્યાનું સમજી બહાર દોડી આવ્યા હતા. બાટલો ફાટતા પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો છે.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટીની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજરનું મોત થવા છે. અને પોલીસ તેમજ ફાયર વિભાગ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બનવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં આજે સીઓટુની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજર મહેશ અમૃતલાલ સિધ્ધપુરાનું માથામાં ફેક્ચરના કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું.

બપોરના 12 વાગ્યા આસપાસ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટી બોટલ ફાટી હતી. જેની જાણ થતા પ્રથમ 108ની ટિમ સ્થળ પર પહોંચી હતી અને 108 ના સ્ટાફે તપાસ કરતા મેનેજર મહેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્કલ ફ્રેક્ચરના કારણે મોત થયાનું સામે આવ્યું છે.જયારે દુકાનમાં રહેલ બે મહિલા નેહા દિપક જોશી અને નુભના હનીફ કગથરાને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

શિવ ફાયર એન્જીનીયર્સના માલિક પિયુષભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી અમે ફાયર સેફટીનું કામ કરી રહ્યા છીએ. આ દુકાન ખાતે એક્સપાયરી ડેઇટ વાળી બોટલ આવતી હોય છે જેનું રિફેલિંગ કામ અમારે ત્યાં કરવામાં આવતું હોય છે આ દરમિયાન બોટલ ફાટી છે અને અમારા કર્મચારી મહેશભાઇ સિધ્ધપુરાનું મોત નીપજ્યું છે.અને અન્ય બે મહિલાને ઇજા પોહ્ચ્તા તેને સારવારમાં ખસેડવામાં આવી છે.બનાવની જાણ થતા   ગાંધીગ્રામ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ફાયર વિભાગ દ્વારા બનાવ શા કારણે બન્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ થયેલ બોટલ સીઓ2 હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે.અને જે બાટલામાં વિસ્ફોટ થયો તે એક્સપાયરી ડેટનો હોવાનું જાણવા મળ્યું છે.

રહેણાંક વિસ્તારમાં રિફીંલીંગનું જોખમી કામ કરાતુ’તું

150 ફુટ રીંગ રોડ પર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની ઓફિસ પાસે રહેણાંક વિસ્તારમાં ઘણા સમયથી શિવ ફાયર એજન્સીમાં એકસપાયરી ડેડના બાટલમાં રિફીલીંગનું જોખમી કામ બેરોકટોક ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત આ અંગે રાવ કરવામાં આવી હોવા છતાં ફાયર સેફટીના બાટલાનું રિફીલીંગ કરવામાં આવતું હોવાના આક્ષેપો બિલ્ડીંગના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.