Abtak Media Google News

જાહેર ક્ષેત્રની વીજ કંપની એસજીવીએનએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટેની હરાજીમાં જીત હાંસલ કરી છે. એસજીવીએનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નંદ લાલ શર્માએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો ગ્રીડ-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ જીત્યો છે. આ બિડિંગનું આયોજન ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (જીયુવીએનએલ) દ્વારા કરવામાં આવ્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વાર્ષિક 24.53 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે. જયારે 25 વર્ષમાં કુલ 613.2 કરોડ યુનિટ્સનું લક્ષ્યાંક હાંસલ કરશે.

Advertisement

વાર્ષિક 24.53 કરોડ યુનિટ અને એકંદરે 25 વર્ષમાં લગભગ 613.2 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક

જાહેર ક્ષેત્રની વીજ કંપની એસજીવીએન(સતલુજ જળ વિદ્યુત નિગમ)એ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટે હરાજીમાં ક્વોલિફાઈ કર્યું છે.એસજીવીએનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નંદલાલ શર્માએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો ગ્રીડ-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ જીત્યો છે. આ બિડિંગનું આયોજન ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા કરવામાં આવ્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વાર્ષિક 24.53 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે. એકંદરે 25 વર્ષમાં લગભગ 613.2 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.

જીયુવીએનએલ 25 વર્ષ સુધી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી ખરીદશે. ટૂંક સમયમાં એસજીવીએન અને જીયુવીએનએલ વચ્ચે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 550 કરોડ રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.