Abtak Media Google News

Screenshot 2 8 2023 માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે. તો બીજી તરફ, ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે, આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે.

29 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીની શક્યતા: ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે

બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આગામી દિવસોમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યાં છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે. ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.