Abtak Media Google News

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિયુક્તિ માટે તાજેતરમાં ખેલ અભિરુચી કસોટી લેવામાં આવી હતી. આ કસોટીનું પરિણામ શનિવારે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે કુલ 4842 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 3540 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેની સામે 1302 ઉમેદવારો જુદા જુદા કારણોસર ગેરહાજર રહ્યા હતા. જાહેર કરાયેલા પરિણામમાં 1785 ઉમેદવારો પાસ અને 1755 ઉમેદવારો નાપાસ થતાં પરિણામ 50.42 ટકા આવ્યું હતું.

Advertisement

જાહેર કરાયેલા પરિણામમાં 1785 ઉમેદવારો પાસ અને 1755 ઉમેદવારો નાપાસ થયા

આ પરીક્ષામાં કુલ 1755 ઉમેદવારો એવા છે કે જેઓ 50 ગુણથી પણ ઓછા માર્કસ લાવ્યા છે. આ જ રીતે 50થી 59 ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 992, 60થી 69 ગુણ મેળવનારા ઉમેદવારની સંખ્યા 530, 70થી 79 ગુણ મેળવનારા 233 અને 80થી 89 ગુણ મેળનારા ઉમેદવારોની સંખ્યા 30 છે. આમ, કુલ 3540 ઉમેદવારો પાસ થયા છે.

આ પરિણામ પહેલા 7મી ડિસેમ્બરના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જેના આધારે શનિવારે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. મહત્વની વાત એ કે, જેટલી જગ્યાઓ ખાલી છે તેની સરખામણીમાં ઓછા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે જાહેર કરાયેલા પરિણામમાં 50 ટકા ઉમેદવારો જ પાસ થયાં છે. આમ, પરિણામ જાહેર થયા પછી પણ મોટાભાગની બેઠકો ખાલી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.