• શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ  કરવામાં આવેલો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે

ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેના કારણે વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે.

હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે. જેના પર ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે. જ્યારે અમદાવાદના ઉઊઘએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.

જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે

વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્ર્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્ર્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.