પર્યાવરણ બચશે તો જ પ્રાણ બચી શકશે: વૃક્ષો પાસેથી આપણે 5 કરોડ રૂપિયાનો પ્રાણવાયુ મફતમાં લઈએ છીએ !!

0
57

એક માણસ એક દિવસમાં 3 સીલીન્ડર ભરાઈ જાય તેટલો ‘પ્રાણવાયુ” લે છે. એક સિલિન્ડરની કિંમત રૂ.700 ગણીએ તો એક દિવસમાં એક માણસ 21 હજાર રૂપિયાની કિમંતનો “પ્રાણવાયુ” ગ્રહણ કરે છે. અને એક વર્ષમાં 7,66,500 રૂપિયાની કિમંતનો પ્રાણવાયુ લે છે. માણસનું સરેરાશ આયુષ્ય 65 વર્ષ ગણીએ તો રૂપિયા પાંચ કરોડની કિંમતનો “પ્રાણવાયુ” લે છે. જે આપણે વૃક્ષો-જંગલો મારફત મફતમાં મેળવીએ છીએ.પરંતુ કોરોનાએ મફતમાં મળતો આ ‘પ્રાણવાયુ’ મોંઘોદાટ કરતા મોટુ જોખમ ઉભુ થયું છે. તો ચાલો હવે, ‘પ્રાણવાયુ’ની કિમંત સમજી વૃક્ષો વાવીએ પૃથ્વીને બચાવીએ. પૃથ્વી દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. વધતા જતા હવા, પાણી, અવાજ અને પ્લાસ્ટિક જેવા અનેક પ્રકારના પ્રદૂષણથી પૃથ્વીને બચાવવા અને કોરોના જેવા હજારો વાયરસને નાથવા વધુને વધુ વૃક્ષો વાવી પૃથ્વીનું કર્જ ઉતારવાનો સમય પાકી ગયો છે અન્યથા હજુ વધુ ભયાવહ સ્થિતી માટે  માનવ જાતે તૈયાર રહેવું પડશે. જો પર્યાવરણ વધશે તો જ પ્રાણ બચી શકશે અને કૃત્રિમ પ્રાણવાયુની જરૂર નહીં પડે.

વિચારો જરા.. આજે મોંઘોદાટ થયેલો પ્રાણવાયું આપણને અત્યાર સુધી મફતમાં મળતો હતો. હવે, પરિસ્થિતિને સમજી વૃક્ષો-જંગલો કાપવાનું બંધ કરીએ અને આપણી પૃથ્વીને ‘હરિયાળી’ બનવા દઈએ તેમજ આપણે પોતે પણ હરિયાળી ભર્યું જીવન જીવીએ મહામારીના આ સમયમાં નવો સંકલ્પ કરી અને વસૂંધરાના વાતાવરણને હરિયાળુ બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here