Abtak Media Google News

ચોથા કવાર્ટરમાં સેલ્સ 2 થી 3 ટકા વધ્યું: 11 મહત્વપૂર્ણ કરારો કરી કંપનીને દેવામૂકત બનાવ્યા બાદ હવે નફામાં સતત વધારો કરવા પ્રયાણ

વૈશ્ર્વિક મહામારીમાં તમામ ધંધા-રોજગારો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેમાં અમુક ઉધોગોનાં શટર પણ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. જોકે આગોતરા આયોજનના કારણે રિલાયન્સે લોકડાઉનનાં સમયમાં જ સૌથી વધુ 11 મહત્વપૂર્ણ કરારો કરી કંપનીને ઝીરો ડેપ્ટ ધરાવતી કંપની બનાવી હતી. રિલાયન્સ ઉપર 1.6 લાખ કરોડ રૂપિયાની ડેપ્ટની ભરપાઈ કરવા માટે ડિસેમ્બર 2020નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેને કંપનીએ માત્ર 63 દિવસમાં જ પૂર્ણ કરી દીધો હતો. દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો નફો ચોથા ક્વાર્ટરમાં 100 ટકા વધશે તેવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કંપની તેની વિશેષ સ્ટ્રેટેજી માટે હરહંમેશ લોકમુખે ચર્ચિત રહી છે. કંપની જે કોઈ પ્લાન બનાવે છે તેનું અમલવારી ત્વરીત કરે છે. તેનો ફાયદો કંપનીને સીધો જ મળે છે. કંપનીનું લક્ષ્યાંક અને વિઝન અસરકારક હોવાથી કંપની દરેક સ્તર પર ખુબ સારું પ્રદર્શન પણ કરી શકે છે. રિલાયન્સ કંપની હરહંમેશ તેના પ્રોજેકટ સમય કરતા પહેલા જ પુરા કરે છે અને દુરંદેશી નીતિને અમલી બનાવી અન્ય કંપનીઓની સરખામણીમાં ખુબ મોટા ટાર્ગેટોને પુરા કરે છે. આ તમામ પાસાઓ પારખીને 11 મોટી વિદેશી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરારો કરી રિલાયન્સે તેની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો કર્યો છે.

એકંદરે રિલાયન્સ દેણામુક્ત થઈ જતા તેની ઉપર વ્યાજનું ભારણ ઓછું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત નામાંકિત વિદેશી કંપનીઓનો સહયોગ મળતા રિલાયન્સની વેલ્યુ વધી છે. રિલાયન્સે તેના મુક્ત થવા માટે આગોતરું આયોજન ઘડી કાઢ્યું હતું. અબજો રૂપિયાનું દેણું ઉતરી જતાં વ્યાજની સાયકલ થંભી ગઈ છે, અને નફામાં સતત વધારો થવા જઈ રહ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે ફેસબુકનો કરાર થતાની સાથે જ કંપનીને 43,573 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. તેવી જ રીતે જીયોમાં સિલ્વર લેક પાર્ટનરે 1.15 ટકાનો સ્ટેક મેળવી 5655 કરોડ રૂપિયાનું પણ રોકાણ કર્યું હતું. વિસ્ટા ઈકવીટી પાર્ટનરે પણ રિલાયન્સમાં પણ 2.32 ટકાનો સ્ટેક મેળવી ડિજિટલ સર્વિસને પ્રાધાન્ય મળે તે માટે 11,367 કરોડનું રોકાણ કર્યું હતું. જનરલ એન્ટાલન્ટીક કંપનીએ રિલાયન્સમાં 6598 કરોડ રૂપિયા, કેકેઆર દ્વારા 11,367 કરોડ રૂપિયા, મુબાદલા દ્વારા 9093 કરોડ રૂપિયા સાથો સાથ સિલ્વર લેક પાર્ટનરનાં સહ રોકાણકારો દ્વારા 4546 કરોડ રૂપિયા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટી દ્વારા 5683 કરોડ રૂપિયા, ટીપીજી દ્વારા 4546 કરોડ રૂપિયા, એલ કેટરટન દ્વારા 1894 કરોડ રૂપિયા તથા સાઉદી અરેબીયાની પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા 11,367 કરોડ રૂપિયાનાં રોકાણ થકી રિલાયન્સે કુલ 1.16 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ કંપની ઝીરો ડેપ્ટ કંપની તરીકે પણ પ્રસ્થાપિત થઈ હતી.

હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ચોથા ક્વાર્ટરમાં બે ગણો નફો થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત વેચાણમાં પણ બેથી ત્રણ ટકાનો વધારો થશે તેવી ધારણા છે. કોટક સિક્યોરિટીના મત મુજબ ગત ક્વાર્ટરમાં સેલ્સમાં 1,39,012 કરોડની સરખામણીએ 1,36,240 ટકાનો વધારો થયો હતો. એકીકૃત નફો 109 ટકા વધીને રૂ. 13,248 કરોડનો ફાયદો થઈ શકે છે. જે અગાઉના વર્ષના ત્રિમાસિક ગાળામાં રૂ. 6,348 કરોડ હતો. જિઓ માટે એબિટ્ડા રૂ.600 કરોડ વધારશે.

અન્ય એક સંસ્થા નારનોલીઆના મત મુજબ રિલાયન્સના વેચાણમાં ત્રણ ટકાનો વધારો થશે. ક્વાર્ટરમાં એકંદરે વેચાણ 1,39,695 કરોડ રહે તેવી ધારણા છે. માર્ચના ક્વાર્ટરમાં યર ટુ યર રીટેઇલ રેવન્યુ રૂ.37,833 કરોડ રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.