ઓકિસજનના મામલે વધુ એક ધારાસભ્યની ઉપવાસ પર ઉતરવાની ચીમકી

0
54

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇએ સરકારને પત્ર લખી અછત દુર કરી વધુ ઓકસીજન ફાળવવા માંગ

સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા એ ગીર સોમનાથ જિલ્લા માટે રોજ ના 5000 થી વધારે અને માસિક 150000 થી પણ વધારે ઑક્સીજન ના બટલાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગુજરાત સરકારશ્રી માં ધારદાર રજૂઆત કરવામાં આવી, અને જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાની   ચીમકી આપવામાં આવી,

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ ગુજરાત સરકાર માં ધારદાર રજૂઆત કરવામાં આવેલ કે ગીર સોમનાથ જીલ્લા માં વેરાવળ તાલુકામાં કોરોના નો કહેર ચરમસીમા ઉપર પહોચેલ છે, અને સરકારી હોસ્પિટલ માં ફક્ત 70 બેડ ઑક્સીજન ઉપલબ્ધ છે, જે હાલ ની દર્દીઓ ની પરિસ્થિતી જોતાં ધણી ઓછી છે, અને આ બાબતે ગુજરાત સરકારશ્રી દ્વારા સ્ટેટ કંટ્રોલરૂમ ની રચના કરેલ છે, જેમાં નિયુક્ત થયેલ અધિકારીઑ  ધનંજયભાઈ ત્રિવેદી , આઈ,એ,એસ, તથા એ,બી,પંચાલ , આઈ,એ,એસ, કમિટીના સભ્ય હોય તેઓને ધારાસભ્ય દ્વારા ટેલિફોનિક વેરાવળ સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલ ના કોરોના ના દર્દીઓ વિષે તથા ઑક્સીજન બાટલા વિષે ચર્ચા કરેલ હતી કે રોજ ના 5000 થી પણ વધારે ઑક્સીજન ના બાટલાઑ જરૂરિયાત હોય તે વાત આ કમિટીના સભ્યઓ દ્વારા હજુ સુધી માન્ય રાખેલ નથી આમ ગીર સોમનાથ જિલ્લા સાથે ભેદભાવ રાખતા હોવાનું જણાય છે, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વેરાવળ સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધેલ તે દરમિયાન ઑક્સીજન ના બાટલા 3/4 દિવસે મળતા હોવાનું જાણવા મળેલ હતું, જેથી આ બાબતે જિલ્લાના અધિકારીઑ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરેલ હતી, પરંતુ હજુ સુધી સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલ માં ઑક્સીજન ના બાટલા પૂરતા પ્રમાણ માં આવેલ નથી, અને જિલ્લાના તમામ કોરોના ના દર્દીઓ ઑક્સીજન ના અભાવે મૃત્યુ ને ભેટે છે, અને પરિસ્થિતી બે કાબૂ બનેલ છે, જેથી આજ ની પરિસ્થિતી જોતાં સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલ માં 1 દિવસ ના આશરે 5000 થી પણ વધારે ઓકસીજન ના બાટલાઑ ની જરૂરિયાત છે, ધારાસભ્યશ્રી ની સરકારી હોસ્પિટલ ની મુલાકાત દરમિયાન કોરોના ના દર્દીઓ ની લાઈનો જોવા મળેલ તથા ઑક્સીજન ના બાટલા ના વાકે ઘણા દર્દીઓ મોત ને આરે ઉભેલા જોવા મળેલા હતા, અને ઘણા દર્દીઓ ઑક્સીજન ના વાકે મોત ને પણ ભેટેલ છે, આમ 1 દિવસ ના 5000 થી વધુ ઑક્સીજન ના બાટલા અને મહિને 1 લાખ 50 હજાર થી વધુ જેટલા બાટલાઓ ની જરૂરત છે, જેથી કોરોના ના દર્દીઓ ને પૂરતો ઑક્સીજન મળી રહે અને મોત નું તાંડવ બંધ થાય જેથી વેરાવળ સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલ માં માસિક 150000 જેટલા ઑક્સીજન ના બાટલાઑ  ની વહેલીતકે વ્યવસ્થા કરવામાં આવે, અને વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર માં આવેલ પી,એચ,સી, સેન્ટર તથા સી,એસ,સી, સેન્ટર માં છેલ્લા 5 દિવસ થી રેપિડ કીટ કે દવાઓ નો સ્ટોક નથી જે વહેલીતકે પૂરો પાડવામાં આવે ,

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કોરોના બાબતે ગંભીરતા ધ્યાને લેવા અને 5000 થી પણ વધારે ઑક્સીજન ના બાટલા 1 દિવસ ના એમ 150000 થી પણ વધારે માસિક ઑક્સીજન ના બાટલાઑ પૂરા પાડવામાં  આવે જો આમ નહીં કરવામાં આવે તો કોરોના ની ગાઈડ લાઇન તથા 144 ની કલમ ને ધ્યાને લઈ  ધારાસભ્યશ્રી એકજ વ્યક્તિ વેરાવળ ના ટાવર ચોક માં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ  આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે, તેવી ચીમકી ઉચારેલ હતી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here