Abtak Media Google News
  • કોંગ્રેસના કાર્યકરોએ બેન્કમાં જઇ પોસ્ટરો ફાડયા

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જાય છે અને તે અંગે જિલ્લા કલેકટરે દરેક સરકારી અધિકારીઓની મીટીંગ બોલાવી આદર્શ આચાર સહિતનો કડક અમલવારી કરવા આદેશ કરવામાં આવેલ હતો પરંતુ તેમ છતાં જિલ્લા કલેકટરનો આદેશનો ઉલાળીયો કરી અમુક સરકારી કચેરીઓ અને રાજકોટ શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની શાખાઓમાં પ્રધાનમંત્રી ના ફોટાઓ યથાવત રાખી આચાર સહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની ફરિયાદ મળતા રાજકોટના સિનિયર કોંગ્રેસ આગેવાનો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ અને કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા ને શહેરની ગુંદાવાડી શાખા, ભક્તિનગર શાખા, જીમખાના શાખામાં દોડાવતા ફરિયાદમાં તથ્ય જણાતા ગુંદાવાડી બ્રાન્ચ મેનેજર નવનીત કુમારને પ્રધાનમંત્રી ના ફોટા હટાવવાનું કહેતા તેઓએ જણાવ્યું કે મારે આચારસંહિતાની અમલવારી કરવાની કે બેંકનું કામ કરવાનું ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું અત્યારે આચારસંહિતાનું જ કામ કરવાનું થાય છે અને તાત્કાલિક બેનર હટાવો આચાર સહિતા નો ભંગ થાય છે

પરંતુ બ્રાન્ચ મેનેજરે કહ્યું કે પછી ઉતારી દેવામાં આવશે પરંતુ કોંગ્રેસ આગેવાનોએ બેનર અત્યારે જ હટાવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરતા બ્રાન્ચ મેનેજરને બેનર હટાવવાની ફરજ પડી હતી. ભક્તિનગર શાખામાં પણ આ પ્રકારે બેનર લાગેલ હોય બ્રાન્ચ મેનેજરને જણાવતાં અને આચારસંહિતાને યાદ તાજી કરાવતા તાત્કાલિક બેનર હટાવાયું હતું. પરંતુ જીમખાનાના બ્રાન્ચ મેનેજર ને પ્રધાનમંત્રી ના ફોટા સાથેનું બેનર હટાવવાનું જણાવતા કોંગ્રેસના આગેવાનોને બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે અત્યારે તમારી હાજરીમાં તો બેનર નહીં ઉતરે આવી શેખી મારી હતી

ત્યારે આચારસંહિતાના ખુલેઆમ ભંગ કરી ચોર કટવાલને દંડે એવી નીતિ અખત્યાર કરનાર ભાજપના એજન્ટ બનીને કામ કરનાર બ્રાન્ચ મેનેજર શાસક પક્ષની તરફેણ કરતા હોવાને પગલે કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીને આ અંગે જાણ કરી હતી અને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એન્ટ્રી પડાવી પોલીસની મોબાઈલ બોલાવવાની ફરજ પડતા બ્રાન્ચ મેનેજરની શાન ઠેકાણે આવી ગઈ હતી. રાજકોટ શહેરની તમામ બ્રાન્ચ માંથી પ્રધાનમંત્રી જન ધન યોજના ના જે બેનરો મારેલ છે તેમાં પ્રધાનમંત્રી ના ફોટાઓ સાથે આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હોય બેંકના રીજીયોનલ મેનેજરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે અને બ્રાન્ચ મેનેજરોના વિપક્ષ કે કોઈ પણ જાગૃત નાગરિકો સાથે આ પ્રકારનું ઉધ્ધતાઇપૂર્વકનું વર્તન કરશે તો ચૂંટણી પંચ કમિશનરને લેખિત ફરિયાદ કરી આવા મેનેજરોને ઘર ભેગા કરવા રજૂઆત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.