સપા, બસપા અને આપનો કોંગ્રેસની મીટીંગમાં ભાગ લેવાનો ઈન્કાર

દેશમાં હાલ પ્રવર્તીત રહેલા કોરોનાના મહામારીના સમયમાં શાસક મોદી સરકારને સમર્થન આપવાના બદલે કોંગ્રેસ સહિતનાં વિપક્ષો પોતાની રાજકિય ખીચડી પકાવવા સતત વાંધાવચકા કાઢતા રહે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોના અને લોકડાઉનનાં કારણે માંદગીના બિછાને પહોંચી ગયેલા અર્થતંત્રને ફરીથી ધબકતુ કરવા રૂા.૨૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી પરંતુ આ રાહત પેકેજમાં પણ કોંગ્રેસે સ્થળાંતરીતો માટે કોઈપણ જોગવાઈ ન કરાયાનું બહાનુ કરીને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલની ખરાબ સ્થિતિમાં પણ દેશમાં મોદી સરકારની વધતી લોકપ્રિયતાથી પોતાનું અસ્તિત્વ જાળવવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તમામ વિપક્ષોને એક જુટ કરવા પ્રયાસો હાથધર્યા છે પરંતુ વિપક્ષોમાં એક મેકના આંતરિક કારણોની વિપક્ષો કોરોનાગ્રસ્ત બની જવા પામ્યો છે. સોનિયાએ આજે બોલાવેલી મીટીંગમાં સપા, બસપા અને આપે સોશિયલ ડિસ્ટર્ન જાળવવાનો નિર્ણય કર્યો છે.

દેશમાં કેન્દ્રની મોદી સરકારની લોકપ્રિયતા સતત વધી રહી છે જેથી રઘવાયા બનેલા કોંગ્રેસ સહિતનાં વિપક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા સમયાંતરે એક જુટ થવાના પ્રયત્નો કરતા રહે છે પરંતુ વિપક્ષોની અલગ-અલગ વિચારધારા અને આપસી મતભેદોના કારણે એક જુટ થઈ શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષતા સોનિયા ગાંધીએ મોદી સરકારે જાહેર કરેલા રૂા.૨૦ લાખ કરોડના રાહત પેકેજ સામે વિપક્ષોની વિડીયો કોન્ફરન્સથી આજે બપોરે મીટીંગ બોલાવી છે જેમાં ૧૮ પક્ષોએ ભાગ લેવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનાં વિકલ્પ તરીકે ઉપસી આવેલા સપા અને બસપાને કોંગ્રેસ સાથે જોડાવવાની રાજકિય નુકસાન થવાની સંભાવના હોય આ બન્ને પક્ષોએ સોનિયાની આજની મીટીંગમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો છે. જયારે દિલ્હી રાજયમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીએ પણ સોનિયાની મીટીંગમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સ્થાપના કોંગ્રેસ સામેનાં વિરોધરૂપે થઈ હતી. કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્કને કબજામાં કરીને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. જો આપ કોંગ્રેસ સાથે જોડાવ તો તેની પર કોંગ્રેસના સાથી પક્ષ હોવાની છાપ પડવાની તેની વોટબેન્ક પર અસર થવાની સંભાવના છે જેથી અરવિંદ કેજરીવાલ ભાજપ સામે લડાઈ લડતા હોવા છતાં કોંગ્રેસથી અંતર જાળવતા રહે છે.

રાજકારણમાં એક કહેવત દરેક યુગમાં સનાતન સાથે રહેલી છે કે રાજકારણમાં કોઈ-કોઈનું કાયમી મિત્ર કે શત્રુ નથી હોતું તમામને હોય છે તો માત્ર હિત. દેશના રાજકારણમાં હંમેશા વિચારધારાની રીતે ઉતર-દક્ષિણ ધ્રુવ જેવા રહેલા બાબાસાહેબ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ હંમેશા સામસામે છાવણીના યોદ્ધા બની રહ્યા હતા પરંતુ હવે પવન બદલાયો હોય તેમ ઈતિહાસમાં પહેલીવાર શિવસેનાનાં પ્રમુખ ઉઘ્ધવ ઠાકરે આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળનારી મીટીંગમાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.