Abtak Media Google News

કોંગ્રેસની આગેવાનીમાં એકજૂટ થયેલા રાજકીય પક્ષો દેશમાં ફરીથી બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ પર મકકમ

દેશના વિવિધ રાજકીય પક્ષો ઈવીએમ મુદે ભેગા થઈને ચર્ચા-વિચારણાની તૈયારી કરી રહ્યાછે. વિરોધ માત્ર બે ત્રણ દેશોમાં જ ચૂંટણીમાં ઈવીએમ મશીનનું ચલણ છે. ત્યારે મોટાભાગના પક્ષો ચૂંટણી વ્યવસ્થાને બલેટ પેપરનો ઉપયોગની માંગણી ઉઠાવતા થયા છે. નવી દિલ્હી ખાતે આજે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ઈવીએમમાં કથિત ઘાલમેલ અને ગેરરીતિની ફરિયાદો વચ્ચે ચૂંટણી પંચને આ અંગે રજૂઆત કરવા વિપક્ષના આગેવાનોએ કમર કસી છે.

Advertisement

ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બિરૂદ પ્રાપ્ત થયું છે. પંચાયતથી લઈ લોકસભા સુધીની મહાપંચાયતની પાંચ વર્ષમાં આવતી પાંચ ચૂંટણીઓ ઝડપતી પારદર્શક રીતે અને ઓછા ખર્ચે થાય તે માટે દેશમાં ઈવીએમ મશીનથી મતદાનની વ્યવસ્થા ગોઠવાય છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈવીએમ મશીનમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે, કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષના તમામ નેતાઓની સંયુકત બેઠકમાં ઈવીએમના મુદે ચર્ચા શરૂરી કેટલીક પાર્ટીઓએ ચૂંટણીમાં ફરીથી જૂની પ્રથા મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી કરી છે.

ઈવીએમ મુદે વિપક્ષો દ્વારા અદાલતમાં જવાની અને ચૂંટણી પંચ સમક્ષ ફરીથી બેલેટ પેપરની માંગણી કરવાની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે ઈવીએમમાં દાખલ કરવામાં આવેલી મત પરીક્ષણ અને તેની સમિક્ષાની વીવીપેટની ગણતરી કરી મતગણતરીમાં તેનો ફરજીયાત પણ તાળો મેળવવાની માંગને બુલંદ બનાવી છે.

વિશ્ર્વમાં માત્ર બેથી ત્રણ દેશોમાં જ ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાંથી ચૂંટણી પ્રક્રિયા પૂન: બેલેટ પેપર મુજબ ચૂંટણી તરફ પાછા વળી રહ્યા છે. ઈવીએમ મશીનની બનાવટમાં અનેક ફરિયાદો ઉઠી રહી છે. ભારતમાં પણ ચૂંટણી બેલેટ પેપરથી થાય તે માટેની રાજકીય પક્ષોની માંગ ને કોગ્રેસે સમર્થન આપ્યું છે બીજી તરફ ચૂંટણી પંચે મત ગણતરી સહિતનો ૫૦% સમય બચતો હોવાની વાત કરીને ઈવીએમ હિમાયત કરી છે.

દેશમાં લાગુ થયેલી ઈલેકટ્રોનીક વોટીંગ મશીનથી ચૂંટણીના બદલે ફરીથી બેલેટ પેપરનાં ઉપયોગની માંગનો ચૂંટણી પંચ કેવી રીતે વલણ અખત્યાર કરે છે કેકેમ તેના પર મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.