Abtak Media Google News

ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સના એનપીએમાં ૬ ટકાનો ઘટાડો: પબ્લિક સેકટર બેંકોને ધિરાણની છુટ મળતા દેશની આર્થિક વ્યવસ્થામાં જોવા મળશે સુધારો

વાત કરવામાં આવે તો બેંકોને લોન ધારકો ખૂબજ મોટા પ્રમાણમાં ધુંબો મારતા હોય છે એટલે કે, લોન લીધા બાદ તેની ભરપાઈ નથી કરતા. જેથી બેંકોના એનપીએમાં ખુબજ વધારો થતો જોવા મળે છે. આને લઈ સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે નાદારીનો કાયદો મજબૂત બનાવવામાં આવ્યો હતો. જેના કારણે જે કોઈ લોનની ભરપાઈ કરવામાં અક્ષમ સાબીત થાય તેવા તમામ ઉપર ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતો હતો. હાલ નાદારીનો કાયદો મજબૂત બનતા તમામ પ્રાઈવેટ કંપનીઓને જાણે ઓબા આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

તેઓનું માનવું છે કે, બેંક બેડ લોન એટલે કે જે નાદારી નોંધાવતા હોય અથવા જે લોનની ભરપાઈ ન કરતા હોય તે તમામ લોકો માટે કોર્ટમાં કેસ દાખલ ન કરવામાં આવે તેવી હિમાયત અન્સુલા કાંતને કરવામાં આવી હતી. વધુમાં વાત કરવામાં આવે તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કોર્પોરેટ બેડ લોનની શ્રેણીમાં અવ્વલ ક્રમે આવ્યું છે. જેમાં ૧.૧૮ લાખ કરોડ રૂપિયાના કોર્પોરેટ બેડ લોન નિર્ધાર કરવામાં આવ્યો છે.

ત્યારે નાદારીના મજબૂત કાયદાની સામે લોન ધારકો સ્પષ્ટપણે માની રહ્યાં છે અને એમ પણ જણાવે છે કે, તેમની બાકી રહેતી લોનની રકમ ભરપાઈ તેમના દ્વારા કરી દેવામાં આવશે. માત્ર તેમના વિરુધ્ધ કોર્ટમાં કોઈ કેસ દાખલ ન થાય જેથી આરબીઆઈ દ્વારા ત્રણ પબ્લિક સેકટર બેંકો ઉપરથી ધિરાણને લઈ રોક હટાવી દેવામાં આવી છે.

વાત કરવામાં આવે તો બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ ઉપરથી રોક હટાવી લેવામાં આવી છે. જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, આ તમામ બેંકો ઉપર ખૂબજ વધુ એનપીએ રહ્યું હતું અને તેમાં પણ ખાસ ઓરીએન્ટલ બેંકનું એનપીએ અન્ય બેંકોની સરખામણીમાં ખૂબજ વધુ રહેતું હતું.

ત્યારે હવે લોન ધારકોમાં નાદારીના કાયદાને લઈ જે ડર બેસી ગયો છે તેના પ્રત્યુત્તરમાં આરબીઆઈ દ્વારા આ તમામ પબ્લિક સેકટર બેંકો ઉપરથી ધીરાણને લઈ રોક હટાવાઈ છે જેથી તમામ પબ્લિક સેકટર બેંક હવે લોન આપી શકશે અને વિશેષ કરીને જો વાત કરવામાં આવે તો બેંકોને લાગતા ધુંબા ઉપર પણ રોક લાગી જશે અને આ તમામ બેંકોના એનપીએમાં પણ ઘટાડો જોવા મળશે.

ત્યારે જે બેંકો ઉપર ધીરાણ હટાવવામાં આવ્યું છે તેનાથી ભારતની આર્થિક સ્થિતિમાં પણ ધરખમ સુધારો જોવા મળશે કારણ કે, બેંક ઓફ ઈન્ડિયા એક એવી બેંક છે જેમાં અનેક લોકો તેના ગ્રાહકો છે અને એક વિશ્વસનીય બેંક તરીકે પણ તે ઉભરી આવી છે ત્યારે લોકોના માનસ પટ પર એક વાત સ્પષ્ટ હતી કે જે વ્યક્તિ લોન લેતા તેમને તે વાતનો ખ્યાલ હતો કે જો તે લોનની ભરપાઈ નહીં કરે તો પણ બેંક કાંઈ નહીં કરી શકે એટલે નાદારીના ઘણા ખરા કેસો પણ નોંધાયા હતા. ત્યારે આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે લાલ આંખ કરી બે વર્ષથી નાદારીના કાયદાને જે મજબૂતાઈ આપી છે તેનાથી રાષ્ટ્ર આખામાં લોન ધારકોની પરિસ્થિતિમાં ઘણો સુધારો અને તેમનામાં હકારાત્મક અભિગમ પણ દેખાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.