Abtak Media Google News

એર ઈન્ડિયા હંમેશા સમાચારોમાં રહે છે. દા‚ડિયા પાયલટસથી લઈને ક્ષતિગ્રસ્ત વિમાનો ઉડાવવા કે પછી પાયલટો અને ક્રૂ વચ્ચેના વિવાદ, એવી અનેક ઘટનાઓ બનતી જ રહે છે. તેનું મેનેજમેન્ટ સરકારના હાથમાં છે અને તે ઘણું જ બદતર છે. એવું નથી કે સરકાર અગાઉ સત્યમ અને હાલમાં આઈલએન્ડએફએસની જેમ તેમાં સુધારો કરી શકે તેમ નથી પરંતુ તેમાં સાફસુફી માટેની ઈચ્છાશકિતનો અભાવ છે. હાલના અનેક ગોટાળા જોઈએ તો તેના સેલ્સ અને માર્કેટીંગ બિઝનેસમાં રમત થઈ રહી છે અને એ પણ માત્ર એક ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશ પાર્ટનર (જીડીએસ) સાથે જોડાઈને મોનોપોલી સર્જીને થઈ રહી છે.

જયારે વિશ્ર્વમાં સૌથી જાણીતી જીડીએસ સિસ્ટમ એમેડીઅસ, સેબ્રે અને તમામ મુખ્ય એરલાઈન્સ માટે આવશ્યક હોય છે કે તેઓ મલ્ટીપલ જીડીએસ પર રહે કેમ કે તેઓ જો એકની સાથે જ રહે તો તેઓ આપોઆપ જ અન્યો તરફથી બ્લોક થઈ જાય છે. મોટાભાગની કુલ સર્વિસ એરલાઈન્સની જેમ એર ઈન્ડિયા મલ્ટીપલ જીડીએસ સિસ્ટમ્સનો ઉપયોગ કરતી આવી છે.

જે એરલાઈનના સૌથી વધુ હિતમાં હોય છે અને તેનો ઉપયોગ સમગ્ર એરલાઈન્સમાં થાય છે. આ ઉપરાંત આ સિસ્ટમ ઘણા સમયથી જારી છે. એર ઈન્ડિયા શા માટે આવું ખાસ પગલું ભરવા માંગે છે ? એર ઈન્ડિયા આવું પગલું શા માટે ભરી રહી છે તેનું દેખીતું કારણ તેણે એવું આપ્યું છે કે આ ડીલ દ્વારા તેનો ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ ૬૦% સુધી ઘટી જશે. એલસીસીથી અલગ ફુલ સર્વિસ એરલાઈન્સ જેમ કે એર ઈન્ડિયા, જેટ એરવેઝે એમેડીઅસ, ટ્રાવેલ પોર્ટ અને સેબ્રે જેવા જીડીએસ પ્રોવાઈડર્સ સાથે ભારત અને વિદેશોમાં ટિકિટના વેચાણ માટે જોડાયેલા રહેવું જોઈએ.

એ ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાનો નિર્ણય કે માત્ર એક જ ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશ સર્વિસ પ્લેટફોર્મ સાથે રહેવું તેનો તેના અગાઉના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર રાજીવ બંસલ અને કોમર્શિયલ ડિરેકટર પંકડ શ્રીવાસ્તવે વિરોધ કર્યો હતો. આ વિરોધ એટલા માટે થયો હતો કે સિંગલ પ્લેટફોર્મમાં જ રહેવાથી એરલાઈનની માર્કેટમાં પહોંચ ઘટશે અને બુકિંગમાં નુકસાન થશે.

આ સાથે એર ઈન્ડિયાના આ પગલાથી તેની રીકવરીમાં વધુ એક પછડાટ આપી શકે તેમ છે. યુપીએ શાસનની જેમ જયારે એર ઈન્ડિયાનો મહત્વના અને અત્યંત મુલ્યવાન લેન્ડીંગ સ્લોટસ હરીફ એરલાઈનને અપાયો હતો એવી જ ઘટના ડેટા છોડી દેવાથી અને માર્કેટ કેચમેન્ટ હરીફોને આપી દેવાથી ફરી બની શકે છે. આગામી દિવસોમાં જો પગલા લેવામાં નહીં આવે તો એકંદરે ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા બુકિંગ બંધ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.