Abtak Media Google News

હેલ્થનો સીધો સંબંધ આહાર સાથે હોય છે. સ્વસ્થ રહેવા માટે લોકો વધુને વધુ ઓર્ગેનિક ફૂડ અપનાવી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ સારો માનવામાં આવે છે. તમારો ખોરાકએ શરીરને બીમારીઓથી ઘેરી લેવા માટેનું એક મોટું કારણ છે. આજકાલ, દરેકના રસાયણમાં ફળો અથવા શાકભાજી મિશ્રિત થાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. લોકો આ ભયથી બચવા માટે ઓર્ગેનિક ફૂડનો વધારે ઉપયોગ કરે છે. ખાદ્ય પદર્થો ખેતીમાંથી ઉત્પન્ન થાય છે. ખેડૂતો પણ પાકને વધારવા માટે ખેતરમાં ખાતર ઉમેરી દે છે. તે એક રસાયણ છે જે તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ભળી જાય છે. જો તમે ઓર્ગેનિક ફૂડનું સેવ તો પછી તમે આ કેમિકલના ભયથી બચી શકો છો.

શું હોય છે ઓર્ગેનિક ફૂડ

જે ફૂડ કેમિકલ મુક્ત હોય તેને ઓર્ગેનિક ફૂડ કહેવામાં આવે છે. આ ફૂડની ખેતી દરમિયાન કોઇપણ રાસાયણિક ખાતરનો કે પેસ્ટિસાઇડ્સનો પ્રયોગ કરવામાં આવતો નથી. તેની ઉપજ રંગ, અને આકાર વધારવા માટે વિવિધ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓર્ગેનિક ફળ અને શાકભાજીની ખેતીને જૈવિક ખેતી પણ કહેવામાં આવે છે. આ ખેતી ઓર્ગેનિક ફાર્મમાં કરવામાં આવે છે.

ઓર્ગેનિક ફળો- શાકભાજીને કેવી રીતે ઓળખશો ?

બજારમાં દેખાતી શાકભાજી- ફળો દેખાવમાં તો ફ્રેશ જ લાગે છે. પરંતુ તાજા દેખાતા શાકભાજી અને ફળો તે તાજા હોય તે જરૂરી નથી. ઓર્ગેનિક ફૂડ સર્ટિફાઇડ હોય છે, તેના માટે તેની પર સ્ટીકર લગાવેલું હોય છે. જે રીતે સામાન્ય મસાલા કરતાં ઓર્ગેનિક મસાલાનો સ્વાદ અલગ હોય છે, તે જ રીતે ઓર્ગેનિક ફૂડનો સ્વાદ નોર્મલ ફૂડ કરતા સાધારણ અલગ હોય છે. આ ઉપરાંત ઓર્ગેનિક ફૂડ રાંધવામાં ઓછો સમય લે છે.

શું હોય છે ઓર્ગેનિક ફૂડના ફાયદા

•કેમિકલ, પેસ્ટિસાઇડ્સ, ડ્રગ્સ, પ્રિઝર્વેટિવ વગેરે જેવી વસ્તુથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, આ કોઇ વસ્તુ ઓર્ગેનિક ફૂડમાં હોતી નથી. સામાન્ય ફૂડમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના પેસ્ટિસાઇડ્સમાં ઓર્ગેનો-ફોસ્ફરસ જેવા કેમિકલ હોય છે, જેનાથી અનેક પ્રકારની બીમારી થવાની શક્યતા વધે છે.

•ઓર્ગેનિક ફૂડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પારંપારિક ફૂડના પ્રમાણમાં ઓર્ગેનિક ફૂડમાં ૧૦થી ૫૦ ટકા વધારે પૌષ્ટિક તત્ત્વ હોય છે.

•ઓર્ગેનિક ફૂડમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

•ઓર્ગેનિક ફૂડમાં રહેલા પૌષ્ટિક તત્ત્વ હૃદયની બીમારી, માઇગ્રેન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર વગેરે જેવી બીમારીઓથી બચાવે છે.

•ઓર્ગેનિક ફાર્મ ઉત્પાદન થતા ફળો અને શાકભાજીમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે, કારણ કે તેમાં પેસ્ટિસાઇડ્સ હોતા નથી, તેથી તેમાં પોષક તત્ત્વ જાળવી રાખે છે. તથા તમારા સ્વાસ્થ્યને માટે લાભદાયી બને છે અને બીમારીથી રક્ષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.