Abtak Media Google News

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ગોહિલવાડી શ્રીમાળી સોની સમાજના સભ્યો તેમજ વિનય જસાણી

અત્યારે સખત ઉનાળામાં ખુર ગરમી પડતી હોય રાજકોટ સીવીલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય, રાજકોટ સીવીલ હોસ્પિટલના જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રી ગોહિલવાડી શ્રીમાળી સોની સમાજ રાજકોટ કે જેમના દ્વારા અનેક સેવાના કાર્યો થતાં રહે છે અને શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોયથી તા. 14-પ રવિવાર સવારે 9 થી 1 વાગ્યા સુધી રાજ પેલેસે 1-10 જયરાજ પ્લોટ રામમઢી ચોક પાસે રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

રાજકુમારભાઇ કુકડીયા  આ કેમ્પમાં ગોહિલવાડી શ્રીમાળી સોની સમાજ સંજય રાજપુરાની અંકુર મુંજપરા, અંકુર ધોળકીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, ડો. પ્રતિક અમલાણી, રાજકોટ સીવીલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનવ સેવા આપશે. આ કેમ્પમાં રકતદાતાઓને ચાંદીની નોટ પ્રોત્સાહન રુપે ગીફટ આપવાના છે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા નમ્ર વિનંતી છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ગોહિલવાડી શ્રીમાળી સોની સમાજના સંજય રાજપુરા, અંકુર મુંજપરા, શ્રી અંકુર ધોળકીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, ડો. પ્રતિક અમલાણી (યુરોલોજીસ્ટ ગોલ્ડ મેડાલીસ્ટ) ઉ5સ્થિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.