Abtak Media Google News

કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનું અદકેરૂ સ્વાગત: પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર

મંત્રી રૂપાલાના હસ્તે બુથ પ્રમુખ, વોટ્સએપ ગ્રૂપ ઇન્ચાર્જ, બીએલઓનું આઈકાર્ડ પહેરાવી સન્માન કરાયું

ટુંક સમયમાં જ લોકસભા  2024ની ચૂંટણી યોજાનાર છે.  જેને લઈને  ભાજપે વિવિધ   બેઠકો માટેના  ઉમેદવારની જાહેરાત કરેલ છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના નામની જાહેરાત કરવામાં આવતા કેન્દ્રીય મંત્રી  પરસોતમ રૂપાલાનું ઠેર ઠેર સ્વાગત   કરવામાં આવે છે. ગઈકાલે રાજકોટ લોકસભા  સીટના  ઉમેદવાર   પરસોતમ રૂપાલાનું  કસ્તુરબા ધામ (ત્રંબા)ની રાધિકા સ્કુલ ખાતે ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતુ.

T1 32

કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના સ્વાગત માટે ભવ્ય રેલી  યોજવામાં આવી હતી. અને  કાર્યકર્તાઓએ  પરસોતમભાઈ  રૂપાલાને  ફુલડે વધાવ્યા  હતા.  આ તકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત  બોઘરા,  સાંસદ રામભાઈ મોકરિયા, પુર્વ જિલ્લા  પંચાયતના  પ્રમુખ    ભુપતભાઈ  બોદર સહિતના  ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કસ્તુરબા ધામ ખાતે કેન્દ્રીય મંત્રી  પરસોતમભાઈ રૂપાલાનું તલવાર આપી સન્માન  કરવામાં આવ્યું હતુ.ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ  સંબોધન કરતા જણાવ્યું હતુ કે હું તમામ લોકોનો આભારી છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે. ગામડે ગામડે  સરકારી યોજનાના લાભો પહોચાડવામાં આવે છે.   વડાપ્રધાને ગામના સરપંચો પર ભરોસો મૂકયો છે.

T2 21

વધુમાં વાત કરતા જણાવ્યું હતુ કે  અમારા   દરવાજા કોઈ દિવસ પ્રજા માટે બંધ રહેશે નહીં  મોદી સરકાર સૌથી સુખાકારીને   પ્રાધાન્ય  આપે છે. ત્યારે આગામી ચૂંટણીમાં ત્રંબાના  લોકોને 100 ટકા  મતદાન કરવા કેન્દ્રીય મંત્રી  પરસોતમ રૂપાલાએ  અપીલ કરી હતી. પરસોતમભાઈ રૂપાલાના હસ્તે બુથ પ્રમુખ,  વોટસએપ ગ્રુપ ઈન્ચાર્જ,  બીએલઓનું આઈકાર્ડ    પહેરાવીને   સન્માન   કરવામાં આવેલ હતુ. આ અવસરે ભાજપ  અગ્રણી તથા   રાજકોટ લોધીકા સંઘના ચેરમેન   નરેન્દ્રસિંંહ જાડેજા,  ડાયરેકટર   લક્ષ્મણભાઈ  સિંઘવ તેમજ યુવા   ભાજપના   કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.