Abtak Media Google News

નાંદોદ ખાતે જંગી સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આયોજિત જંગી સભાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધિત કરી હતી.  મુખ્યમંત્રીએ પ્રવચનની શરૂઆતમાં જણાવ્યુકે,આ વખત ચૂંટણીમાં સમગ્ર દેશની નજર મંડાઇ રહી છે. નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન બન્યા પછી કોંગ્રેસના મૂળીયા સાફ ઈ ગયા છે. આજે કોંગ્રેસડુબતી નાવ છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાહુલ બાબા નરેન્દ્રભાઇનો હિસાબ માંગવા નિકળ્યા છે ત્યારે હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છુ કે મનમોહનસિંહની સરકારમાં આકાશ, પાતાળ,જળમાં પૈસા ખવાયા એનો હિસાબ આપો. યુપીએની સરકાર આ દેશના ઇતિહાસની સૌી વધુ ભ્રષ્ટ સરકાર હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના શાસનની યાદ અપાવતા જણાવ્યુકે, ૧૯૯૫ પહેલાના ગુજરાતમાં કોમી તોફાનો તા હતા, ભગવાન જગન્નાની રયાત્રા નીકળી શકતી ન હતી. અજંપાભરી સ્િિતઅને કર્ફ્યુના દર્શન વારંવાર તા હતા.

જ્યારે ભારતીય જનતા પાર્ટીનારાજમાં કોઇ તોફાન ની તુ. મોહરમ અને ઇદના તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. કોંગ્રેસ વોંટબેંકની રાજનિતિ કરે છે, જ્યારે અમે વિકાસની રાજનિતિ કરીએ છીએ. અમારા ત્યાં ચા વાળો પણ વડાપ્રધાન બની શકે છે. કોંગ્રેસને ચા વાળાની અને ગરીબની મજાક ભારે પડશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ચૂંટણી છે એટલે રાહુલ ગાંધી મંદિરમાં જાય છે. દિલ્હીના અક્ષરધામ મંદિરની તેઓ કેમ મુલાકાત લેતા ની.? ગાયની કતલ કરનારાઓને કોંગ્રેસ કેરળમાં કેમ સસ્પેંન્ડ ની કરતી.?રાજપીપળા અને નર્મદા વિસ્તાર દુનિયાના નકશામાં ચમકતો વાનો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગરુડેશ્વર નવો તાલુકો બન્યો છે.

પેસા એક્ટનો અમલ શરૂ યો છે, સરકારે વનવાસીઓને વનપેદાશના અધિકારો આપ્યા છે. ૩ કરોડ ગરીબ પરિવારોના ઘરે ગેસના બાટલા પહોંચાડ્યા છે. ૪૫ હજાર કરોડના કામ આ વનબંધુ માટે કર્યા છે. નવી ૭ મેડીકલ કોલેજોને મંજુરી આપી છે. નર્મદા જિલ્લામાં ટ્રાયબલ યુનિવર્સિટી જાહેર કરી છે.

રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને જુઠાણુ ચલાવી રહ્યા છે.ગુજરાત રાજ્ય રોજગાર ઉત્પાદનમાં નંબર ૧ છે. અમેઠીમાંી લોકો રોજગાર માટે ગુજરાત આવે છે.

અમે ભારત માટે જીવીએ છીએ અને ભારત માતા માટે મરીએ છીએ. દિલ્હીમાં હવે ગુજરાતના સપુતની સરકાર છે. હવે દિલ્હી ગુજરાતની ચિંતા કરે છે. આપણે સૌએ સો મળી ૧૫૦+ વાળી ભાજપની સરકાર બનાવી આવનારા દિવસોમાં ગુજરાતનો વિકાસ ૧૦ ગણો વધારીએ.

નરેન્દ્રભાઇ મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સા હૈ ના મંત્ર સો ભારે બહુમતીી ભાજપના ઉમેદવારને જીતાડવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.