Abtak Media Google News

આમ જનતા જ અમારું લક્ષ્ય: એનું જીવન ધોરણ સુધારવાની પ્રાથમિકતા

લોકસભામાં કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારામન

લોકસભામાં શનિવારે અંદાજપત્ર ૨૦૨૧-૨૨ અંગે સરકારનો પક્ષ રજૂ કરતા નાણામંત્રી નિર્મળા સીતારામને જણાવ્યુંં હતુ કે અમારી યોજનાઓ આમ જનતા અષટલે કે સામાન્ય નાગરીક માટે છે.કોઈ જમાઈ માટે નથી.

નાણામંત્રી સીતારામને લોકસભામાં સરકારનો પક્ષ રજૂ કરતા વધુમાં જણાવ્યું કે કેટલાક લોકો સરકારની નીતિનો વિરોધ કરે છે. અને સરકાર અમુક ધનપતિઓની જ છે. પણ અમારે એટલું જ કહેવાનું છેકે જનતા સામાન્ય નાગરીક જ અમારૂ લક્ષ્ય છે. સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ગરીબો, રેકડી, પાથરણાવાળાઓને રૂ.૧૦ હજારની મદદ એક વર્ષ માટે કરી છે. પીએમ આવાસ યોજના હેઠળ સામાન્ય લોકોને ઘરના ઘર મળ્યા છે.જેને શૌચાલય મળ્યા એ ધનપતિઓ છે? અમારી યોજનાઓ ગરીબ, શ્રમિકો રેકડી ફેરી કરવાવાળશઓ માટે જ છે.કોઈનું નામ લીધા વિના નાણામંત્રીએ જણાવ્યું કે એક સમય એવો હતો કે અમુક રાજયોમાં જેમની સરકાર તરફથી હતી તેમના જમાઈઓને સરકાર તરફથી જમીન મળ્યા કરતી હતી. જેમકે રાજસ્થાન, હરિયાણામાં હું એની વિગતો આપી શકં તેમ છું અમે જમાઈઓ માટે કામ કરતા નથી.

તમને એ જણાવીએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંદાજપત્ર પરની ચર્ચા વખતે જણાવ્યું હતુકે કેન્દ્રનું અંદાજપત્ર પોતાના ખાસ બેથીત્રણ ઉદ્યોગપતિ મિત્રો માટે જ છે.

કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા નિર્મલા સીતારામને જણાવ્યું હતુકે કોંગ્રેસ માટે ‘અમે બે અમારા બે’નો અર્થ થાય છે. અમે બે વ્યકિત જ પક્ષની ચિંતા કરીશું બીજા બે લોકો એ છે બીજી તમામ ચિંતા કરશે એ બે છે પુત્રી અને જમાઈ કોંગ્રેસ પર હુમલો કરતા નાણામંત્રીએ જણાવ્યું કે કેરળમાં શશીથરૂર અહીં હાજર છે કેરળમાં જયારે એમના પક્ષની સરકાર હતી ત્યારે એ લોકોએ એક ધનપતિને દિલ્હી બોલાવ્યા હતા. અને ન કોઈ ટેન્ડર કે કંઈ આ લોકો અમને ધનપતિ તરફીઓ કહે છે એવું એટલા માટે છે કે કારણ કે કેરળમાં કોઈ જમાઈ રહેતા નથી, જમાઈતો અહીં (દિલ્હી)માં રહે છે.

નાણામંત્રીએ જણાવ્યું હતુ કેઅમે જનતા તરફી છીએ અને જનતાનું કલ્યાણ એજ અમારૂ લક્ષ્ય છે. આમ જનતાને આવાસ માટે સ્વનિધિ યોજનાનો લાભ મળે એજ અમારૂલક્ષ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.