Abtak Media Google News

કંપનીના સાથી સિક્યુરિટી ગાર્ડે હુમલો કરતા યુવાન ઘવાયો

પડધરી તાલુકાના ખામટા ગામે કારખાનામાં નોકરી કરતા બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતાં એક સિક્યુરિટી ગાર્ડે બીજા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના ખામટા ગામે આવેલી ગીરીરાજ સ્પિનિંગ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિનય શંકરભાઈ ત્રિવેદી નામના 21 વર્ષના યુવાન સાથે અન્ય સિક્યુરિટી ગાર્ડ અર્જુન મીણાએ ઝઘડો કરી માર માર્યો હતો.

Advertisement

હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધી તપાસનો દોર લંબાવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.