Abtak Media Google News

રામપરડાના શખ્સે 2.50 લાખના 50 લાખની માંગણી કરી જમીન પચાવી પાડવા આપી ધમકી

પડધરી તાલુકાના કેરાળા ગામના ખેડુતે આપઘાત કરી લીધા બાદ વ્યાજખોરો દ્વારા રકમ વ્યાજે આપી જમીનનું કરાવી લીધેલા સાટાખતના અમલવારીનો દાવો દાખલ કરી અને અઢી લાખના પ0 લાખ વિધવા પાસે માંગણી કરી ધમકી આપ્યાની ચાર શખ્સો સામે પડધરી પોલીસ મથકમાં લેખીત ફરીયાદ આપી આપઘાતની ફરજ પાડવાનો અને વ્યાજની કલબ હેઠળ ગુનો નોંધવા ફરીયાદ નોંધાવા અરજી કરી છે.

વધુ વિગત મુજબ પડધરી નજીક આવેલા કેરાળા ગામે રહેતા કંચનબેન મનસુખભાઇ પાંભરે રાજકોટ શહેરના ખોડીયારનગર મેઇન રોડ પર રહેતા વનરાજ જયતા હુંબલ, આજી વસાહતમાં રહેતા મનોજ રામ હેરમા, ગોંડલ તાલુકાના મોટા દડવાના સંજય દેવાયત બોરીચા અને અલ્પેશ ગોપાલ દોંગાએ  પધડરી પોલીસ મથકમાં આપઘાતની ફરજ પાડવાનો અને વ્યાજના ગુનો નોંધવા માંગ કરી છે.

ગત તા. ર3-1ર-14 ના રોજ મનસુખભાઇ ભાદાભાઇ પાંભરે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. પરંતુ મૃતક મનસુખભાઇ કોની પાસેથી વ્યાજે રકમ લીધી અને કોના ત્રાસથી આ પગલું ભર્યાનું કોઇને જાણ ન હતી.

બાદ વનરાજ હુબલ દ્વારા કરાવેલ સાટાખતના અમલ વારીના દાવો દાખલ કરાવ્યું તું અમોને જાણ થતાં જે સાટાખતમાં સાક્ષી તરીકે મનોજ હેરમા અને સંજય બોરીચા એ સહી કરી હતી. જયારે અલ્પેશ ગોપાલ દોંગા નંબર વગરના બાઇક લઇને ઘરે આવી ધમકી આપી તારા પતિએ અઢી લાખ 10 ટકા વ્યાજે લીધા હતા અને જેનું વ્યાજ સહિત પ0 લાખની ઉઘરાણી કરી.

મારો સાગ્રીત વનરાજ હુંબલ સાટાખત કરાવી લીધેલ છે. જમીન ઉપર મારા માણસો કબ્જો કરી લેશે તેવી ધમકી આપી હતી.

અમારા પરિવારના જીવન નિર્વાહ માટે કેરાલા રેવન્યુ સર્વે નં. ર4 પૈકી  ર ની જમીન છે તે પડાવી લેવા ધમકી આપતા હતા આથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

ભારતીય દંડ સહિતાની કલમ 306, 384, 386, 506(ર) અને 120 (બી) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40 અને 4ર હેઠળ ગુન્હો નોંધી તેઓને ધરપકડ કરી વિરુઘ્ધ કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા અરજી કરી છે.

કેરાળાની જમીન અંગે વિવાદનું સમાધાન ન થયું

વીમા એજન્ટ અલ્પેશ દોંગા મોટો ચીટર બની ગયો: મગનભાઇ ઝાલાવાડીયા

પડધરી નજીકના કેરાળા ગામની ખેતીની જમીન વ્યાજ વસુલ કરવા સાટાખત કરાવી પડાવી લેવાના ઇરાદે સાટાખાત કરાવી લેતા જમીન માલિકે આપઘાત કર્યો હતો. સાટાખતનો અમલ કરાવવા મૃતકના વારસદારો સામે કોર્ટમાં દાવો દાખલ કરાયો છે..

આ અંગે જમીનના વારસદાર વિધવાના કાકા મગનભાઇ ઝાલાવાડીયા દ્વારા સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ સમાધાન ન થયું હોવાનું અને કંચનબેન પાંભર દ્વારા કરાયેલી અરજીમાં આરોપી બતાવવામાં આવેલા અલ્પેશ ગોપાલ દોંગા વીમા એજન્ટ હતો અને તે અત્યારે મોટો ચીટર બની ગયાનો મગનભાઇ ઝાલાવાડીયાએ આક્ષેપ કયોઈ છે.

જ્યારે જમીનનું સાટાખત લખાવી લેનાર વનરાજભાઇ હુંબલે આ અંગે સમાધાન માટે બેસવાનો ઇન્કાર કરી કોર્ટ દ્વારા જે કંઇ નિર્ણય આવે તે પ્રમાણે આગળ વધશુ તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.