Abtak Media Google News

સવારી જ નૌશેરામાં ભારે ગોળીબાર: રહેણાંક વિસ્તારમાં મોર્ટાર દાગ્યા: ત્રણ દિવસથી સતત ત્રીજી નાપાક હરકત: ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

એલઓસી પર પાકિસ્તાની સુરક્ષા દળોની નાપાક હરકત સતત ચાલુ જ છે, આ વખતે તેમણે જમ્મુના નૌશેરા સેકટરમાં પાકિસ્તાનની તરફી ફાયરિંગ કર્યુ છે. શુક્રવારે મોડી રાત સુધી અહીંના કલસિયા વિસ્તારમાં પાકિસ્તાની સેના મોર્ટાર હુમલો કરી રહી છે. ભારતની તરફી પણ આ કાર્યવાહીનો જવાબ અપાઈ રહ્યો છે.

ભારતીય સેનાએ જણાવ્યા મુજબ, પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં ત્રણ ગામની આબાદીવાળા વિસ્તારને નિશાન બનાવ્યું છે. ભવાની, બાબા ખોવારી અને કલસિયા ગામોના લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્ળાંતર કરવું પડ્યું છે. પાકિસ્તાની સેના નાના હયિારો ઉપરાંત ઓટોમેટિક ગન્સ અને ૧૨૦ મિલીમીટર મોર્ટારનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાની સેના સામાન્ય રીતે જમ્મુ વિસ્તારમાં આતંકીઓને ઘૂસપેઠમાં મદદ કરવા માટે આ પ્રકારનું સંઘર્ષવિરામ તોડે છે.

શુક્રવારે પણ પાકિસ્તાની સેનાએ જમ્મુના અરનિયા વિસ્તારમાં સીઝફાયર તોડ્યું હતું. સીમાપાર ફાયરિંગમાં બીએસએફનો જવાન ઘાયલ યો હતો. આ બાદ બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ગુરુવારે પાકિસ્તાની સૈનિકોએ નૌશેરામા જ એલઓસીની પાસે રહેવાસી વિસ્તારમાં ગોળીબારી કરી હતી. જેમાં એક મહિલાની મોત ઈ હતી અને તેનો પતિ ઘાયલ યો હતો. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમા ૨ પાકિસ્તાની સૈનિકો ઘાયલ યા હતા.

ગૃહ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને ૨૦૧૫ અને ૨૦૧૬માં દરરોજ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ ૨ વર્ષોમાં પાકના સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતના ૨૩ જવાનો શહીદ યા. એક આરટીઆઇના જવાબમાં હોમ મિનિસ્ટ્રીએ આ વાતો કહી હતી. ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૨ી ૨૦૧૬ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૧૧૪૨ આતંકી ઘટનાઓ ઇ. તેમાં ૨૩૬ જવાનો શહીદ યા અને ૯૦ સિવિલિયન્સ માર્યા ગયા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.