Abtak Media Google News

અત્યારે શિયાળાની ઠંડીની ફુલગુલાબી સીઝન ખીલી છે. ખાણી પીણીના આનંદ સાથે ઠંડી અમુક બીમારીઓ પણ સાથે લાવતી હોય છે. શરદી, ઉઘરસ, તાવ અને તેનાથી વધારે ચિતાજનક હ્રદયરોગનો હુમલો

શિયાળામાં ઠંડીને કારણે લોહી વધારે ઘાટું બની જાશય છે. લોહી થીજી જાય છે. સાથે સાથે શરીરના રકતવાહિનીઓ પણ નોર્મલ થોડી વધારે સંકોચિત બની જતી હોય છે આ બન્ને પ્રક્રિયાના કારણે રકતનો પ્રવાહ ધીમો પડી જતો હોય છે. નળીઓમાં રહેલા ચરબીના થર આવા ઘાટા અને ધીમા ફરતા લોહીના સંપર્કમાં આવે તો ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જતો હોય છે અને નળીને સંપૂર્ણપણે બ્લોક કરી નાખે છે આથી હ્રદયરોગનો હુમલો આવે છે.

હ્રદયરોગએ વિશ્ર્વભરમાં થતા મૃત્યુઓમાં 33 ટકા મૃત્યુ માટે જવાબદાર હોય છે.

ભારતમાં 45-50 ની ફળદ્રુપ ઉમરમાં થતા મૃત્યુઓમાં પ0 ટકા મૃત્યુ માટે હ્રદયરોગનો હુમલો જવાબદાર હોય છે. આપણો દેશ આ બીમારીથી ખુબ જ મોટી સામાજીક અને આર્થિક કિંમત ચૂકવે છે.

જયારે નળી સપૂર્ણપેણે બ્લોક થઇ જાય છે. ત્યારે હ્રદયરોગનો હુમલો આવે છે હ્રદયના સ્નાયુએ લોહો પહોચતું બંધ થાય છે. આના લક્ષણોમાં છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો કે ગભરામણ થવી. પેટના ઉપરના ભાગમાં બળતરા કે અસુખ થવું, ડાબો અથવા બન્ને ખંભા કે હાથમાં દુખાવો, શ્ર્વાસ ચડવો, ચકકર આવવા કે ખુબ થાક કે નબળાઇ લાગવી આવા હોય શકે છે.

હાઇ બીપી, ડાયાબિટીસ, સ્મોકિંગ, ફેમીલી ઇંશતજ્ઞિિું  માનસિક સ્ટ્રેસ આ બધા હ્રદયરોગ માટેના મુખ્ય જોખમી પરિબળો હોય છે.

જયારે ઉપરના કોઇપણ લક્ષણો  જણાય તો તાત્કાલીક પ્રાથમિકતામાં ઇસીજી, ઇકો અને બ્લડ ટેસ્ટ કરાવવા જોઇએ.

હ્રદયરોગના હુમલાનું નિદાન થાય તો તાત્કાલીક સારવાર માટે દાખલ થવું જોઇએ. લગ્ન પ્રસંગ, માનતા માન્યતા કે કોઇપણ પ્રકારના બહાનાઓને વચ્ચે ન લાવીને પોતાના સ્વાસ્થ્ય  પર ઘ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

90 ના દાયકાઓમાં હ્રદયરોગના હુમલાની સારવાર જુની પઘ્ધતિ પ્રમાણે લોહી પાતળા કરવાના ઇન્જેકશન આપીને થતી હોય આવી અને રુટિન આઇ.સી.યુ. સારવારથી પણ મૃત્યુ દરમાં 30-3પ ટકા નો ઘટાડો કરી શકાયો હતો.

આજકાલની લેટેસ્ટ સારવાર પઘ્ધતિમાં તાત્કાલીક સંજોગમાં નળીમાં રહેવા બ્લોકનું એન્જીઓગ્રાફી દ્વારા નિદાન કરીને થાય છે જો નળીમાં માત્ર લોહીના ગઠ્ઠા હોય તો તેને  જીભશિંજ્ઞક્ષ ઈફવિંયયિિં  દ્વારા ખેંચીને નળી ખોલી શકાતી હોય છે. આવા સંજોગોમાં સ્ટેન્ટની જરુર નથી પડતી.

જો લોહીના ગઠ્ઠા ઉપરાંત કોલેસ્ટ્રોલ યુકત સખત બ્લોક હોય તો તેને બલુન વડે ખોલીને જયિંક્ષિં મુકવાની જરુર પડે છે.

ચાલુ હાર્ટ એટેકમાં કરાતી આ પ્રોસિજરને પ્રાઇમરી એન્જોપ્લાસ્ટી ઇન માયોકાર્ડિયલ ઇન્ફાડશન ઙઅખઈં  (પામી)કહેવાય છે.

આ સારવારથી એટેકમાં થતા મૃત્યુદરમાં 90-92 ટકાનો ઘડાઠો કરી શકાયો છે.

વિઘાનગર રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છની અદ્યતન હ્રદયરોગની સારવાર આપતી હોસ્પિટલ છે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજજ આ હોસ્પિટલ છેલ્લા આશરે એક દાયકાથી હ્રદયરોગની સારવાર માટે દર્દીઓ માટે આશીર્વાદ રુપ બની છે.

ડો. મિહિર તન્ના અને ડો. જયેશ ભાનુશાલીની ટીમને હ્રદયરોગના 60000 થી વધારે ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવે છે. કોમ્પલીકેશન એન્જીયો પ્લાસ્ટી અને રોટોબ્લેટર એન્જીપ્લાસ્ટીમાં ડો. મિહિર તન્ના ગુજરાતભરમાં ર પ્રોકટર (ઝયફભવયિ)  માંના એક છે.

Screenshot 12 3 1 સારવાર કરતા સાવચેતી સારી: ડો. મિહીર તન્ના

હૃદયરોગ વિશે વધારે માહીતી આપતા ડો. મિહિર તન્ના કહે છે કે સારવાર કરતા સાવચેતી  હ્રદયરોગનો હુમલો ન આવે એ માટે નિયમિત બીપી, સુગર ચેક, ટી.એમ.ટી. અને ઇકો અને કાર્ડીઓલોજીસ્ટ ચેક અપ કરાવતા રહેવા જોઇએ.

ખોરાકની નિયમિતતા, સ્ટેસ વગરનું જીવન, સ્મોકિંગથી દૂર રહેવું અને નિયમિત કસરત કરતા રહેવું જરુરી છે.

આ બધું કરવાથી હ્રદયરોગની બીમારીથી થતા નુકશાનને ઘણું ઓછું કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.