Abtak Media Google News

લલુડી વોકળી, ભગવતીપરા, રૈયાધાર, બેડીપરા, ખોડીયાનગર સહિતના વિસ્તારોમાં ૨૩૫ સ્થળે ચેકિંગ: ૧૨૮ પાણીપુરીના ભૈયાઓને નોટિસ

શહેરમાં ભૈયાઓ દ્વારા વેંચાતી અને જીભને ચટકો લગાડતી પાણીપુરી ખાવી જનાઆરોગ્ય માટે અતિ જોખમી હોવાનું વધુ એકવાર પુરવાર યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પાણીપુરીના ઉત્પાદન કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લલુડી વોકળી, ભગવતીપરા, રૈયાધાર, બેડીપરા, નંદનગર, ખોડીયારપરા, હુડકો, મવડી સહિતના વિસ્તારોમાં ૨૩૫ સ્ળે ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં દાઝયુ તેલ, સડેલા બટેટા, વાસી ચણા, પાણીપુરીનું ખરાબ પાણી અને ચટણી સહિત ૨૨૧૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ૧૨૮ ભૈયાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પાંચ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં પાણીપુરીની પાણી બનાવતા ઉત્પાદન કેન્દ્રો પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૦ બાય ૧૦ની રૂમમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં પાણીપુરીની પુરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પાણી, લોટ અને વાસણો બિન આરોગ્યપ્રદ હતા અને પુરી બનાવીને જમીન પર જ રાખી દેવામાં આવતી હતી. પુરી બનાવવા માટે મોટાભાગની જગ્યાઓએ વાસી દાઝયા તેલનો ઉપયોગ કરાતો હતો, આટલું જ નહીં બાફેલા બટેટા અને ચણાની ગુણવતા પણ એકદમ નબળી હોવાનું માલુમ પડયું હતું.

ચટણી બનાવવા માટે ફુદીનાનું પાણી પણ બિન આરોગ્યપ્રદ હતું તો ખજૂર ગોળ પણ હલકી ગુણવતાનો હતો. ચટણીના કેમીકલનો ઉપયાગ પણ કરવામાં આવતો હોવાનું માલુમ પડયું હતું. મોટાભાગના ઉત્પાદન કેન્દ્રો ફૂડ લાયસન્સ ધરાવતા ન હોવાનું માલુમ પડયું હતું. દરોડામાં રામ સ્વ‚પ, શિવ પાણીપુરી, ભાદુભાઈ કુશવાહ, મુન્ના પ્રજાપતિ, મુન્નાલા શર્મા, રાજકુમાર યાદવ, સુરેશ સાધુરામ, રીન્કુ કુશવાહ, કલુભાઈ કુશવાહ, અગ્રવાલ મહાવીર બ્રાન્ડ ગૃહ ઉદ્યોગ, પપ્પુ ગૃહ ઉદ્યોગ, સોમના પાણીપુરી, બાલાજી પાણીપુરી, મહાલક્ષ્મી પાણીપુરી સહિત કુલ ૨૩૫ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૮ પાણીપુરીના ભૈયાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ૬૭૦ કિલો દાઝયુ તેલ, ૫૨૦ કિલો સડેલા બાફેલા બટેટા, ૨૮૦ કિલો બાફેલા ચણા, ૭૪૦ લીટર વાસી ચટણી અને ફૂદીનાનું પાણી, ૭ કિલો કેમીકલ કલરનો નાશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.