Abtak Media Google News
  • સંસારને ‘વિઝડમ વિથ કરેજ’ બળ સાથે બુદ્ધિ પ્રયોગનો રાહ દેખાડનાર ભગવાન પરશુરામના વિચારોને મૂર્તિમંત કરનાર
  • અબતકની મુલાકાતમાં અભયભાઈ ભારદ્વાજના સેવા યજ્ઞને અવિરત જારી રાખનાર અંશ ભારદ્વાજ દ્વારા બ્રહ્મ સમાજને કાર્યક્રમને ઉજળો બનાવવા કર્યું આહવાન

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરમાં ભગવાન પરશુરામના દિવ્ય જીવન સંસ્કારો અને ” વિથ કરેજ” એટલે કે બળ સાથે બુદ્ધિ પ્રયોગ નિધન સુધી પહોંચાડવાના ભૈખધારી પ્રખરધારા શાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભાગવત દ્વારા શરૂ કરેલી પરંપરા ને અવિરત આગળ વધારી દર વર્ષે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024માં પાંચ બ્રહ્મ રત્નોને એવોર્ડ થી નવાજવામાં આવશે.

અબતકની મુલાકાત માં પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ  ની વિગતો આપી પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ ના  અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઇ દવે, જયેશભાઈ ભટ્ટ , અતુલભાઇ જોશી, કુણાલભાઈ દવે ,ભાવિનભાઈ શુકલ, નિલેશભાઈ ભટ્ટ ,મિહિરભાઈ શુકલ, અમિતભાઈ જોશી એ કાર્યક્રમની વિગતો આપી હતી કે અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે તારીખ 2 એપ્રિલ મંગળવારે 5.30 કલાકે કાલાવડ રોડ રાજકોટ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બ્રહ્મ સમાજમાં વિશેષ  યોગદાન આપનાર પાંચ ભૂદેવ પ્રતિભાવોને પરશુરામ સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા  ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનું ઉદઘાટન અભયભાઈ ભારદ્વાજના સાથી અને મિત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે કરવામાં આવશે

'Parasuram Award Ceremony' To Be Held On Brahmaratna Abhaybhai Bharadwaj'S Birthday
‘Parasuram Award Ceremony’ to be held on Brahmaratna Abhaybhai Bharadwaj’s birthday

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કોઠારી સ્વામી ના હાથે કરાયા બાદ પરશુરામ એવોર્ડ સમારોહનું પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અપૂર્વમુની સ્વામી અને ચેતન્ય શંભુ મહારાજ આશીર્વાદ પાઠવશે આ કાર્યક્રમમાં સંતો સર્વે  જેન્તીરામ બાપા (સંત પુરણ  ધામ ધુનડા) પુજય ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ) અને રમેશભાઈ શુક્લ(કાલભૈરવ મંદિર, પાલીતાણા)ની પાવન ઉપસ્થિતીમાં સંપૂર્ણ સમારોહ યોજાશે.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં  રામભાઈ મોકરીયા( સાંસદ), ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ,,, ,રમેશભાઈ ટીલાળા,અને , દર્શિતાબેન શાહ, ઉપસ્થિત રહેશે. સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે ,છેલભાઈ જોષી(બ્રહ્મ અગ્રણી, સૌરાષ્ટ્ર-કચ્છ), ,નિતિનભાઈ ભારદ્વાજ(પ્રદેશ ભાજપ અને બ્રહ્મ અગ્રણી,) અને ,પંકજભાઈ ભટ્ટ(મ્યુઝિક ડાયરેકટર) હાજર રહેશે.

કાર્યક્રમના પ્રારંભમાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી હાસ્ય રસ પીરસશે. ત્યારબાદ સુપ્રસિધ્ધ લોકગાયકો તુષારભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન પંડ્યા તથા ચૈતાલીબેન છાયાં પોતાના બ્રહ્મગૌરવ ઉજાગર કરતા ગીતોની પ્રસ્તુતી કરશે.

અભયભાઇના જન્મદિવસ નિમિતે અનેક નામી અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરમાંથી ઉ5સ્થિત રહેવાના છે. બ્રાહ્મણોના પ્રિય અભયભાઇના જન્મદિવસે ઉમંગભેર હાજર રહેવા વિવિધા ક્ષેત્રના બ્રહ્મઅગ્રણીઓ, કાર્યકતાઓ અને બ્રહ્મસમાજના રાજકીય આગેવાનો થનગની રહ્યા છે. આ તકે પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બ્રાહ્મણજ્ઞાતિનો સર્વપરિવારજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2024 સંસ્થાનના સ્થાપક અભયભાઇના પુત્ર અંશ અભયભાઇ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઇ દવે, પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમરકસી છે. પરશુરામ યુવા સંસ્થાને બ્રાહ્મણજ્ઞાતિના પરિવારોને બહોળી સંખ્યામાં આમંત્રણ આપેલ છે. કાર્યક્રમના સમાપન બાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

દાદાની ફરસી બળ અને  ધનુષ બુધ્ધીનું પ્રતિક અંશ ભારદ્વાજ

પરશુરામ દાદાના  જીવન મંત્રના જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાના  અભયભાઈ ભારદ્વાજના ભેખને  આગળવધારનાર અંશભાઈ ભારદ્વાજે  જણાવ્યું હતુ કે, પરશુરામ દાદાની ફરસી, બળ અને ધનુષ લક્ષ્યવૈદ્ય એટલે કે બુધ્ધીનું પ્રતિક છે.

Screenshot 7 1 બાપ કરતા બેટા સવાયાની કહેવત અંશ ભારદ્વાજની લોક સેવાથી સાચી થઈ

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં દાયકાઓ સુધી પ્રખર ધારાશાસ્ત્રી તરીકેની આભા સાથે સાથે લોકસેવાને વરેલા બ્રહ્મ અગ્રણી અભયભાઈ ભારદ્વાજે બ્રહ્મત્વને ખરા અર્થમાં જન જન  સુધી પહોંચાડવા માટે કમર કસી હતી. ભગવાન પરશુરામની વીરતા અને બુદ્ધિમતા એટલે કે “વિસડમ વિથ કરેજ’ ના ગુણ ની ઓળખ આપનાર અભયભાઈ ભારદ્વાજ ની વિચારધારા સમાજસેવા ને સતત પણે સમાજ ઉત્થાનના કાર્ય ને જીવંત રાખવા માટે ભેખધારી અભય ભાઈ જ પરશુરામ યાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો આજે દુનિયાભરમાં પરશુરામ યાત્રા થાય છે આ જ રીતે તેમણે કરેલા અનેક ક્રાંતિકારી કાર્યો બ્રહ્મ સમાજ ના સંગઠન અને ગૌરવ વધારવા માટે નિમિત બન્યા છે સાથે સાથે અભયભાઈ ભારદ્વાજના પુત્ર અંશ ખરેખર ભગવાન પરશુરામના “અંશ” સજીવન રાખવામાં સફળ થયા છે અને અંશ ભારદ્વાજે બાપ કરતા બેટા સવાયાની કહેવત સાચી ઠેરવી હોવાનું  સમાજ જ નહીં અજયભાઈ ને નજીકથી ઓળખનારા સ્નેહીઓ કહી રહ્યા છે જોકે વિવેકપૂર્ણ રીતે અંશ ભારદ્વાજ સ્વીકારે છે કે પિતા અજયભાઈ ભારદ્વાજ જેવો હું ન જ થઈ શકું હું તો તેમના કંડારેલા રાહને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું

Screenshot 2 1 1 સાંઈરામ દવે

હાસ્ય અને લોક સાહિત્ય ક્ષેત્રે શ્રી સાંઈરામ દવે નું નામ ખુબ જ સન્માનપુર્વક લેવાય છે તેઓ અત્યંત લોકપ્રિય છે તેમણે બ્રાહ્મણ પરીવારોના સર્વાંગી રીતે વિકસીત કરવામાં પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છું. હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ તુરીકે તેમનું નામ અગ્રસ્થાને લેવાય છે. આશરે 3000 થી વધુ . જાહેર કાર્યક્રમો, અનેક ઓડીયો વિડીયો આહલ્બમના માધ્યમથી તે સુપ્રસિધ્ધ બન્યા છે. સમગ્ર બહ્મ સમાજને તેમના 52 ગૌરવની લાગણી છે. સાંઈરામભાઈએ 22 જેટલા પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે. એજયુકેશન ફોર બીલીયન્સ’ પર વકતવ્ય બબ સમાજનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શ્રી સાંઈરામભાઈને ગુજરાત ગૌરવ પુરસ્કાર” પ્રદાન કરી સન્માનીત કર્યા છે. ગુજરાતના તત્કાલીન રાજયપાલ   ઓ.પી.કોહલી  સાંઈરામભાઈને “જવેલ ઓફ ગુજરાત” અને “ગુજરાત ગ્લોરી” જેવા એવોર્ડ થી સન્માનીત કર્યા છે.શ્રી સાંઈરામભાઈએ ગરીબ અને વંચિત બાળકોને દુશદર્શન ના કાર્યક્રમો માં લઈ જઈ બાળ પ્રોત્સાહન નું કાર્ય કર્યુ છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના પાઠયપુસ્તકોમાં શ્રી સાંઈરામભાઈના કાવ્યોને સ્થાન મળ્યું છે. સજકોટ ખાતે નચિકેતા સ્કુલ નામે ભારતીય મુલ્યો આધારીત સ્કુલ સાંઈશમભાઈએ સ્થાપેલ છે.

Screenshot 3 6 મનેશભાઈ માદેકા

મનેશભાઈ એક બ્રાહ્મણ ઉદ્યોગપતિ તરીકે શુન્યમાંથી સર્જન કર્યું છે. તેમ કહી શકાય કેમ કે, ફકત નજીવી મુડીથી ઉતરોતર પ્રગતિ કરીએ તેઓ આધુનિક રોલેકસ રીંગ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા તેમની કુશળતા અને દીર્ઘ દ્રષ્ટી સુચવે છે બ્રહ્મઉદ્યોગ સાહસીક તરીકે તેમને અનેક બ્રાહ્મણ યુવકોને વ્યવસાય રોજગાર અને નોકરીમાં ભરપુર સહાય કરી છે. અસંખ્ય બ્રાહ્મણ બાળકોના શિક્ષણ ખર્ચ પોતે ભોગવીને આવા બાળકોને શિક્ષીત કર્યા છે.

રોલેકસ રીગના સર્વે કર્મચારીઓ સાથે તેઓનો માનવીય અભિગમ પ્રશંશા પાત્ર છે. કોમ્પ્યુટરાઈઝ મશીન દ્વારા બેરીંગ રીંગ્ઝનું ઉત્પાદન કરી વિવિધ દેશોમાં એકસપોર્ટ કરીને બ્રહ્મ ઉદ્યોગપતિ તરીકે ઉદ્યોગ જગતમાં સારું નામ કમાઈ શક્યા છે. તે સાથે જ અનેક બ્રાહ્મણ પરિવારોને આર્થિક મદદ કરી તેઓના આશીર્વાદ લીધા છે.  તત્કાલીન મુખ્યમંત્રી  આનંદીબેન પટેલે અને વિજયભાઈ રૂપાણીએ તેમનું વ્યકિતગત સન્માન કરીને તેઓની સેવાભાવનાની કદર કરી છે.

Screenshot 4 6 ડો.રાજેન્દ્ર ત્રિવેદી

ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફક્ત રાજકોટના નહીં પરંતુ, પુરા ગુજરાત રાજયમાં નિષ્ણાંત ન્યુરોસર્જન તરીકે પ્રસિધ્ધ છે. તેઓના તબિબી જ્ઞાનથી અનેક લોકોને નવું જીવન મળ્યુ છે. તબિબી વ્યવસાયના માઘ્યમને સેવા અને માનવતાનું માધ્યમ બનાવી તેઓએ બ્રાહ્મણ પરીવારની અને સમગ્ર સમાજની અવિરત સેવા કરી છે. ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી એટલે બાહીશ તબિબ, નિષ્ઠાવાન અને સમર્પિત બ્રહ્મરત્ન એ દરજજો તેઓની વિશેષતા છે. માનવીય મુલ્યો એક ડોકટર તરીકે આપે ખુબ જ જાળવ્યા છે. પ્રતિષ્ઠીત ન્યુરોસર્જન હોવાને કારણે તેઓ નામાંકિત છે. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તબિબી ક્ષેત્રમાં આપના રીસર્ચ પેપર પણ રજુ થયેલા છે. મુંબઈ ખાતે સર્જરીમાં એમ.સી.એસ. કરીને સુપ્રસિધ્ધ હિન્દુજા હોસ્પિટલ મુંબઈ ખાતે તેમણે સર્વ પ્રથમ ન્યુરોસર્જન તરીકે સેવાઓ આપેલી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી “બેટી બચાવો બેટી પઢાઓ” જનજાગૃતીના કાર્યમાં ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીને જોડાવવાનું કહયું હતું. સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના તેઓ પ્રમુખ રહી ચુકેલ છે. જેલના કેદીઓને રોગોનું નિદાન કરવામાં પણ સિનીયર મોસ્ટ ન્યુરો સર્જન તરીકે તેઓએ માનવીય કામગીરી બજાવી છે

Screenshot 5 5 વિભાવરીબેન દવે

નાના વિભાવરીબેન દવે સમગ્ર બ્રહ્મસમાજમાં  એક ઝળકતું નારી રત્ન છે. તેઓની બહુમુખી પ્રતિભા વિવિધ ક્ષેત્રે ઝળકી ઉઠી છે. વિભાવરીબેને સામાજીક, રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્રે વૈવિઘ્યપુર્ણ કાર્ય કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર મુકામે અનેક વખત સંગઠનના વિવિધ પદો ઉપર રહ્યા છે. કોર્પોરેટર તરીકે ભાવનગરમાં સફળ કામગીરી પ્રથમ મહિલા મેયર તરીકે પસંદગી મેળવી હત. તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પદે ચુંટાતા રહ્યા છે. તે જ તેઓની લોકપ્રિયતાની પારા શીશી છે. ગુજરાતના સંસદીય સચિવ બનનાર સૌ પ્રથમ બ્રહ્મ મહિલા હતા. ગુજરાત રાજયના મંત્રી મંડળમાં તેમણે કેબીનેટ મંત્રી તરીકે સફળ કામગીરી બજાવી છે. સામાજીક ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય સંસ્થા યુનિસેફમાં સેવા આપી અને માવત નામની સંસ્થા સ્થાપેલી છે. તેઓ મહિલા તરીકે નિડરતાના ગુણો ધરાવે છે.

Screenshot 6 3

જગદીશભાઇ આચાર્ય

બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ  જગદીશભાઈ આચાર્ય એ સૌરાષ્ટ્રમાં એક પીઢ પત્રકાર, કટાર લેખક અને રાજકીય વિશ્લેષક તરીકે જે પ્રસિઘ્ધી પ્રાપ્ત કરી તે પુરા બ્રાહ્મણ સમાજ માટે ગૌરવપ્રદ બાબત છે. 20 વર્ષથી વધુ સમય તેમણે ફુલછાબમાં અને 15 વર્ષની વધુ સમય તેમણે  ન્યુઝ એડીટર તરીકે ફરજ બજાવી છે.

સમાજ જાગૃતિના પ્રહરી તરીકે તેમણે મોટું નામ ઉભું કર્યું છે. અખબારી પ્રતિનીધીઓની અને એજન્ટોનું સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠન તેઓના પ્રયાસથી ઉભું થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.