Abtak Media Google News

Table of Contents

2500 થી વધુ લોકોની હાજરીમાં યોજાયો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો :6 થી 12 વર્ષના 33 બાળકોએ પણ ગારમેન્ટ પહેરી રેમ્પવોક કર્યું

ગુજરાતની સર્વશ્રેષ્ઠ 12 મોડલ્સ દ્વારા પ્રથમવાર 400 ફૂટના વિશાળ સ્ટેજ પર ફેશન શોમાં પર્ફોમન્સ

રાજકોટ શહેરમાં ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે બહોળું નામ ધરાવતી સંસ્થા INIFD દ્વારા ભવ્ય ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નાના ભૂલકાઓ.33 જેટલા ભૂલકાઓએ વિવિધ ડિઝાઈનના વસ્ત્રો પહેરી સૌના મન મોહી લીધા હતા જ્યારે  કચ્છની મહિલાઓ એપ્લીકવર્ક એમ્બ્રોઇડરીથી જે પહેરણ બનાવે છે તે, ભારેખમ ડિઝાઇનર પટોળાના વેસ્ટર્ન આઉટફિટ, તમીલનાડુની સિલ્કની સાડીમાંથી વેસ્ટર્ન ગારમેન્ટ્સ સાથે મોડેલ્સ દ્વારા પણ રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. શનિવારે રાજકોટમાં સીઝન્સ હોટેલ ખાતે 2500 થી વધુ લોકોની હાજરીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફેશન શોમાં વિધાર્થીઓએ વિવિધ થીમ પરથી આઇડિયા લઇ અકલ્પનીય ગારમેન્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયા હતા. આ કલેક્શનને ભારતની 12 જેટલી ટોપ ફેશન મોડેલ્સ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Screenshot 6 18

અબતક મીડિયાના વિવિધ માધ્યમ દ્વારા 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યો ફેશન શો !!

INIFD દ્વારા સીઝન્સ હોટેલ ખાતે યોજાયેલ ભવ્ય ફેશન શો નું અબતક ચેનલ તેમજ યુટ્યુબ – ફેસબુક ના ડીઝીટલ માધ્યમ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સહિત દેશ-વિદેશના કુલ 5 લાખથી વધુ લોકોએ આ ફેશન શો ઘરે બેઠા નિહાળ્યો હતો.

ઇજીપ્તની રાણી ક્લિઓપેટ્રાનાં મોર્ડન કપડા,આર્કેડ ગેઇમની ડિજિટલ પ્રિન્ટવાળી થીમ  બની આકર્ષકનું કેન્દ્ર

INIFD ફેશન શોમાં લોકો ડિઝાઈનર કપડાં જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા.ખાસ ઇજીપ્તની રાણી ક્લિઓપેટ્રાના મોર્ડન કપડાંની થીમ, રૂમી નામના કવિની કવિતા બુરખા અને હિજાબમાં એમ્બ્રોઇડરી કરી અદભૂત કલેક્શન, ઝીબ્રા પ્રિન્ટમાંથી ઇન્ડિયન એથનિક વેર, જયપુર પેલેસના ચાર પ્રવેશદ્વાર પરથી ફ્યુઝન કલેક્શન, 90 ના દશકામાં રમાતી આર્કેડ ગેઇમની ડિજીટલ પ્રિન્ટવાળી થીમ સહિત અકલ્પનીય વસ્ત્રો ડિઝાઇન કરી રજુ કર્યાં. લોકોએ તમામ વસ્ત્રો ના ભરપેટ વખાણ કર્યા હતા.Screenshot 5 26

 

INIFDના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 150 થી વધુ વસ્ત્રો બનાવ્યા, 6 મહિનાની મહેનત રંગ લાવી

INIFD ના 100 થી વધુ વિધાર્થીઓએ 150 થી વધુ વસ્ત્રોને એક વર્ષના રીસર્ચ અને 6 મહિનાની મહેનત બાદ જાતે ડિઝાઇન કરી બનાવ્યા હતા. જેને ભારતની ફેશન જગતની સર્વશ્રેષ્ઠ 1ર મોડેલ્સ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર એવા 400 ફુટના વિશાળ ફેશન સ્ટેજ પર 2500 થી વધુ લોકો સમક્ષ રજુ કરાયા હતા. જેમાં 6 થી 12 વર્ષના 33 બાળકોએ પણ ગારમેન્ટ્સ પહેરી રેમ્પવોક કર્યું હતું. કલ્પના પણ ન કરી હોય તેવા વસ્ત્રોને દરરોજ પહેરી શકાય તેવી ડિઝાઇન તૈયાર કરી INIFD ના વિધાર્થીઓએ પોતે આત્મનિર્ભર બનવાનો અને ગુજરાતના કારીગરોને મદદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

Screenshot 7 12 કારીગરોને રોજગાર પૂરું પાડવાના આશય સાથે INIFD સંસ્થા શરૂ કરી,અકલ્પનિય પ્રતિસાદ : પાયલ પટેલ ( INIFD સેન્ટર ડાયરેકટર)

આ અંગે INIFD ના સેન્ટર હેડ નૌશિકભાઇ પટેલ તેમજ સેન્ટર ડાયરેકટર પાયલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કારીગરોને રોજગારી પુરી પાડવાના એક સેવાકિય આશય સાથે INIFD ના 100 થી વધુ વિધાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ સહિત વિવિધ થીમ વિચારી તેના પર જાતે મહેનત કરી અકલ્પનિય અને કદી ન જોયા હોય તેવા ગારમેન્ટ્સને ડિઝાઇન કરી લંડન ફેશન વિક જેવા આંતરરાષ્ટ્રીય ફેશનશોનું રાજકોટમાં શનિવારે સિઝન્સ હોટલ ખાતે આમંત્રીતો માટે ભવ્ય આયોજન કરાયું હતું.

જેમાં વિધાર્થીઓએ કચ્છની મહિલાઓ જે બનાવે તે એપ્લીકવર્ક એમ્બ્રોઇડરી પરથી પ્રેરણા લઇ “કચ્છી કેલીડોસ્કોપ”, ભારતમાં જ્યારે બ્રીટીશ રાજ આવ્યું એ વખતે આવેલ ફેશનના બદલાવની થીમ જેમકે લગાન ફિલ્મમાં દર્શાવેલ ગારમેન્ટ્સ, 700 વર્ષ જુના પટોળા તેમાંય રાજકોટના ડિઝાઇનર પટોળામાંથી વેસ્ટર્ન ગારમેન્ટ્સ, ખાસ તમીલનાડુથી કંધાંગી અને ચેટીનાડ સિલ્ક સાડી લાવી તેમાંથી બનાવેલ વેસ્ટર્ન ગારમેન્ટ્સ, ઇજીપ્તની રાણી ક્લિઓપેટ્રાના મોર્ડન કપડાંની થીમ, રૂમી નામના કવિની કવિતા બુરખા અને હિજાબમાં એમ્બ્રોઇડરી કરી અદભૂત કલેક્શન, ઝીબ્રા પ્રિન્ટમાંથી ઇન્ડિયન એથનિક વેર, જયપુર પેલેસના ચાર પ્રવેશદ્વાર પરથી ફ્યુઝન કલેક્શન, 90 ના દશકામાં રમાતી આર્કેડ ગેઇમ ની ડિજીટલ પ્રિન્ટવાળી થીમ ઉપરાંત ડેનીમ કલેક્શન અને બાળકોના વિન્ટેજ અને કુદરતી ફુલોની થીમવાળા એક એક થી ચઢિયાતા ફેશન ગારમેન્ટ્સ રજુ થયા હતા.લોકોના ખુબજ સારા સહકાર બદલ આ તકે પાયલ પટેલે તમામનો આભાર વ્યક્ત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.