Abtak Media Google News

ગજજર સખી વૃંદ દ્વારા આયોજીત

‘અબતક’ ની મુલાકાતમાં ગજજર સખી વૃંદના હોદેદારોએ કાર્યક્રમની આપી વિગતો

રાજકોટ વિશ્વાકર્મા કેળવણી મંડળના સહયોગથી ગજજર સખી વૃંદ દ્વારા સખી સર્જનોત્સવ 2023 ના અનોખા ફેશન શોનું આયોજન કર્યુ છે.‘અબતક’ ની મુલાકાતમાં નમ્રતાબેન ખંભાયતા ડોડીયા, ઉત્પલાબેન જાદવાણી અને રશ્મીબેન કાર્યક્રમની વિગતો આપણા જણોલો ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલ રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે 31-પ ને બુધવારે રાત્રે 8.30 વાગે યોજાનારા સર્જનોત્સવમાં કોઇપણ ફેશન ડીઝાઇનના કોર્ષ  ન કરેલ હોય પણ પોતાની કોઠાસુઝથી વસ્ત્ર નિર્માણ કાર્યમાં પારંગત હોય તેવા ડીઝાઇનરો દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રોનો ફેશન શો યોજાશે. જેના સંપૂર્ણ જાતે તૈયાર કરાયેલા વસ્ત્રો મારૂ સર્જન માં સાથે 10 વર્ષના બાળકોનું સર્જન, મી એન્ડ મોમ, સમર વીઆર, હમ તુમ સેરેમોનીયલ વીયર, વિભાગમાં રેમ્પ વોક અને ફેશનનું પ્રદર્શન થશે.આ કાર્યક્રમમાં સમગ્ર ગુર્જર સુતાર બહેનો, ભાઇઓ બાળકો ભાગ લેશે આ ઇવેન્ટનો લાભ લેવા કલારસીકો ને આયોજકોએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.