Abtak Media Google News

અફવાના પગલે પૂર્વવત કરાયેલી ટેલીફોન, ઈન્ટરનેટ સેવા અનેક સ્થાનો પર ફરીથી બંધ કરાય:
ખૂલેલી સરકારી કચેરીઓ અને શાળાઓ પર અલગતાવાદી તત્વો છમકલા ન કરે તે માટે સુરક્ષા જવાનો ખડેપગ

આઝાદી કાળથી ભારતને આતંકવાદ સહિતના મુદે કનડતી જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને મોદી સરકારે તાજેતરમાં કુનેહપૂર્વક દૂર કરી હતી. આ પહેલા અને પછી કાશ્મીરમાં અલગતાવવાદી તત્વો હિંસાનો પલીતો ના ચાંપે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખીણ વિસ્તારમાં નેવું હજાર જેટલા લશ્કરી અને અર્ધ લશ્કરી સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા કાશ્મીરમાં થાળે પડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગઈકાલે કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી. જે દરમ્યાન અનેક સ્થાનો પર છૂટાછવાયા છમકલા થવાની વિગતો બહાર આવી હતી પરંતુ, સુરક્ષા દળોએ કડક હાથે આ છમકલાઓને ડામી દીધા હતા આજથી કાશ્મીર વિસ્તારની તમામ સરકારી કચેરી અને શાળાઓ ખોલી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એની નાબુદી સાથે રાજયને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં જોડી કાશ્મીરના નાગરીકોને પણ શેષ ભારતના નાગરીકોની જેમ તમામ અધિકારીની પ્રાપ્તી થાય તે માટે મોદી સરકારના પ્રયાસોથી બોખલાયેલા અલગતાવાદીઓ હજુ કાશ્મીરનાં લોકોને શાંતિનો શ્ર્વાસ લેવા દેતા નથી. કાશ્મીરની સ્થિતિ થાળે પડે તે માટે સરકારે કાશ્મીર ખીણમાં મોબાઈલ કનેકટીવીટી અને ટુજી સેવા શરૂ કરવાન જાહેરાત બાદ રવિવારે ફરીથી ખીણ વિસ્તારમાં પથ્થરમારા અને છમકલાઓની ઘટના બાદ અફવાઓ અને ખોટો સમાચારોથી વાતાવરણે ડહોળવાના પ્રયાસોને પગલે સુરક્ષાદળોએ રાજયમાં ફાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્દઢપણે જળવાય તે માટે ફરીથી મોબાઈલ કનેકટીવીટી અને નેટ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો સરકારે પ્રવકતાએ જણાવ્યું હતુ કે ખીણનાં ૩૫ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી કલમ ૧૪૪ દૂર કરી બે અઠવાડીયાથી બંધ રહેલા ટેલીફોન શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ ફરીથી હિંસાની આશંકાના પગલે પરિસ્થિતિ યથાવત રાખવામાંવી છે.

શ્રીનગર વિસ્તારમાં દુકાનો અને રોજગાર શરૂ કરવાની કવાયત વખતે જ શરૂ થયેલી હિંસા અને સુરક્ષાદળો પર શ્રીનગરમાં પથ્થરમારાની ઘટનાઓને પગલે ખીણમાં ફરીથી જનજીવન ઠપ્પ થઈ જવા પામ્યો છે. જનજીવન થાળે પડવાની શરૂથતાં જ કેટલાક યુવાનો મોટર સાયકલો પર બજારોમાં ફરી ફરીને વેપારીઓને દુકાનોને ખોલવા અને કાશ્મીરના વિશેષ દરજજાની સમાપ્તી મૂદે દેખાવો કરવા ઉશ્કેરતા નજરે પડયા હતા જમ્મુમાં પ્રવર્તતી શાંતિના પગલે સરકારે પાંચ જીલ્લાઓમાં મોબાઈલ, ઈન્ટરનેટ, સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતોજેમાં સાંબા, કઢુઆ, ઉધમપુર અને રાયક્ષી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ અફવાઓ અને હિંસકઘટનાઓને પગલે આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંઘે રાજોરી, ઉધમપૂર અને જમ્મુના વિસ્તારોમાં પ્રવાસ કરીને વરિષ્ઠ અધિકારીઓ સાથે હજુ વધુ બીજા અઠવાડીયાઓ સુધી કડક બંદોબસ્તની ચર્ચા કરી વરિષ્ઠ અધિકારીઓ સાથે બંધ દરમિયાન પ્રજા અને સંબંધીત લોકો સાથે સતત સંપર્કમા રહી તેમની મુશ્કેલીઓના નિવારણ માટે તૈયાર રહેવા જણાવ્યું હતુ વિભાગીય કમિશનર સંજીવવર્માએ જોકે સબ સલામતનો દાવો કરીને જમ્મુમાં ટુજી સેવા ટેકનીકલ ક્ષતિના કારણે બંધ કરી દેવાઈ હોવાનો દાવો કર્યો હતો. રવિવારે ૩૦૪ હાજીઓનો કાફલો પરત આવ્યો ત્યારે એરપોર્ટ પર રાજયપાલ સત્યપલમલીકના સલાહકાર ફારૂકખાને તમામ હાજીઓને આવકાર આપ્યો હતો. જમ્મુ કાશ્મીરની સ્થિતિ થાળે પડે તે માટે સરકારના પ્રયાસો સામે ફરીથી અલગતાવાદીઓના અટકચાળાને પગલે સંચાર બંધી અને નેટ સેવા પરનાં પ્રતિબંધ લંબાવવાની ફરજ પડી હતી.

કાશ્મીરની સમસ્યા બંધરણીય રીતે સંપૂર્ણ પણે ઉકેલાઈ ચૂકી છે. પરંતુ હજુ દેશે વિરોધી તત્વોને જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને ખીણ વિસ્તારમાં શાંતિની પૂન: સ્થાપના થાય તે વાત ગળે ઉતરતી નથી કલમ ૩૭૦ની નાબૂદી અને બે પ્રદેશોને કેન્દ્ર શાસીત પ્રદેશ તરીકે જાહરે કરાયા બાદ અલગતાવાદીઓનાં હાથમાંથી કાશ્મીર સરકી ગયું છે. તો પર હજુ કાશ્મીર સળગતુ રહે તેવા મિથ્યાપ્રયાસો ચાલુ રહ્યા છે. તેની સામે સુરક્ષાદળો સતેજ બન્યા છે. દરમ્યાન કાશ્મીર ખીણ વિસ્તારમાં જનજીવન થાળે પાડવા આજથી તમામ બંધ સરકારી કચેરી અને શાળાઓને ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ સ્થાનો પર અલગતાવવાદી તત્વો છમકલા ન કરાવે તે માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ખડી કરી છે.

પાકિસ્તાન સાથે હવે કાશ્મીરની નહીં પીઓકે મુદ્દે થશે ચર્ચા: રાજનાથ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે,  હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો માત્ર ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર’ (પીઓકે) પર જ થશે. ગઈ કાલે તેમણે હરિયાણાના પંચકુલા સ્થિત કાલકામાં એક ચૂંટણી રેલીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. હરિયાણામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ‘જન આશીર્વાદ યાત્રા’ની શરુઆત કરી હતી. આ યાત્રા રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે અને ૮ સપ્ટેમ્બરના રોહતકમાં સમાપ્ત થશે. રાજનો કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત બાલાકોટથી પણ

મોટું પગલું ભરવાની યોજના બનાવી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકારી લીધું છે કે ભારતે બાલાકોટમાં કંઈક કર્યું હતું. જો હવે પાકિસ્તાનને ભારતથી વાત કરવી હોય તો

પહેલા આતંકવાદને રોકે. કલમ ૩૭૦ પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આ કલમને હટાવવામાં આવી છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સમુદાયનો દરવાજો ખખડાવી રહ્યું છે પરંતુ હવે ભારત-પાકિસ્તાન સાથે માત્ર પીઓકે વિશે જ વાત કરશે અને પાકિસ્તાન સાથે ચર્ચા ત્યારે જ કરાશે જ્યારે તે આતંકવાદનું સમર્થન કરવાનું બંધ કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ હરિયાણાના પંચકુલામાં સ્થિત કાલકામાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમની ૨૧૦૦ કિમી લાંબી યાત્રાની શરૂઆત રવિવારે કાલકાથી કરી છે. આ યાત્રાને રક્ષામંત્રી રાજનાથ સિંહે લીલી ઝંડી દેખાડી હતી. ત્રણ-ત્રણ દિવસના પાંચ તબક્કા બાદ રોહતકમાં ૮ સપ્ટેમ્બરના રોજ યાત્રાનું સમાપન વિશાળ રેલી સાથે કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.