Abtak Media Google News

મોદીએ જી૨૦ના દેશોને આતંકવાદ પોષતા તત્વોને નાશ કરવા કર્યુ આહવાન

સિક્કિમમાં સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે તણાવ વચ્ચે જર્મનીના હેમ્બર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગ વચ્ચે શુક્રવારે અનૌપચારીક મુલાકાત ઈ હતી. બ્રિક્સ સંમેલન વખતે બન્નેએ વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. જર્મનીના હેમ્બર્ગમાં શુક્રવારે શરૂ યેલા જી-૨૦ શિખર સંમેલન વખતે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત ઈ હતી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બંગલાયે કહ્યું હતું કે ચીને યોજેલી અનૌપચારીક મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બન્ને હા મિલાવતા હોય તેવો ફોટો પણ મંત્રાલયે ટ્વીટર પર મૂક્યો હતો. એટલુંજ નહીં, બંને નેતાઓએ એકબીજાંની પ્રશંસા પણ કરી હતી. જેમાં સરહદ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. સિક્કિમ સરહદે છેલ્લા ૧૫ દિવસથી ભારે તંગદિલી છવાઈ છે. બંને દેશોના હજારો સૈનિકો સામ-સામે આવી ગયા છે અને યુદ્ધની ધમકીઓ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ જી-૨૦ સમીટમાં મોદી અને જીપીંગની મુલાકાત બાદ સુલેહ થઈ હોવાનું કહેવાય રહ્યું છે. મોદીએ જી-૨૦ સમીટમાં આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વિશ્ર્વની શાંતિ માટે મહત્વના મુદ્દાઓ રજુ કર્યા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગુરુવારે ચીને સત્તાવાર રીતે એવું કહ્યું હતું કે વચ્ચે મુલાકાત માટે હાલ યોગ્ય માહોલ ની અને બન્ને વચ્ચે મુલાકાત નહીં ાય. ભારતે પણ વળતા જવાબમાં સ્પષ્ટ કહી દીધું હતું કે બન્ને નેતા મળશે એવી કોઈ વાત જ ઈ ન હતી. આવા સંજોગોમાં બન્નેની મુલાકાત મહત્ત્વની છે. ત્યારબાદ બ્રિક્સ નેતાઓને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ચીનની ચેરમેનશિપ હેઠળ બ્રિક્સમાં ગતિ આવી છે. આ વર્ષે આગામી બ્રિક્સ સંમેલન બેઈજિંગમાં યોજાવાનું છે, જેના માટે પણ મોદીએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને શુભેચ્છા આપી હતી. જિનપિંગે તેમના સંબોધનમાં કહ્યું હતું કે અગાઉ ભારત બ્રિક્સનું ચેરમેનપદે હતું ત્યારે સારી પ્રગતિ ઈ હતી. આતંકવાદ સામે ભારતના દૃઢનિર્ધારની તેમણે પ્રશંસા કરી હતી અને ભારતના ર્આકિ અને સામાજિક વિકાસની પણ પ્રશંસા કરી હતી અને વધુ સફળતા મેળવે તે માટે શુભેચ્છા આપી હતી.જી-૨૦ સમીટમાં મોદી અને જીનપીંગએ એકબીજાની પ્રશંસા કરી: સરહદ ઉપર શાંતી જાળવવા માટે થઈ વાતચીત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.