Abtak Media Google News

જાગૃત નાગરીક દ્વારા મ્યુનિ. કમિશ્નર, મેયર, પોલીસ કમિશ્નરને લેખીતમાં કરી રજુઆત

અબતક, રાજકોટ

ગોંડલ ચોકડીએ બ્રિજનું કામ ચાલુ છે બ્રિજની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાય રહી છે.

તેને હળવો કરવા માટે ગોંડલ તરફથી આવતા વાહનોને પારેવડી અને જુના યાર્ડ તરફ ભાવનગર રોડ તરફ જવાવાળા વાહનોને સીટીમાં વાળવામાં આવ્યાં છે. ત્યારે વાહનોને રાજકમલ ફાટકથી ચાલવું પડે છે. અને ફાટક બંધ થવાથી ટ્રાફીકની સમસ્યા થાય છે. ટ્રાફીકને હળવો કરવા માટે ગોંડલ ચોકડીના બ્રિજ પર ચાલવા દેવામાં આવે અને અમદાવાદ તરફથી આવતા વાહનોને બ્રિજ પહેલા ડાબી બાજુ એસીના રોડ પર વાળી અને માલધારી ફાટકે ચલાવવામાં આવે અને ઢેબર રોડને ડામર રોડથી મઢવામાં આવે તેવી રજુઆત ઇસ્માઇલભાઇ દલ દ્વારા લેખીત સ્વરુપે શહેર પોલીસ કમિશ્નર, મ્યુનિ. કમિશ્નર  તથા મેયરને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.