Abtak Media Google News

હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ વિશ્વની ઘણી જટીલ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ: પીએમ

હાલના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વિસ્તાર વધતા જીવન સરળ બન્યું છે. તો સાથે સાથે ઘણાં વિકલ્પો પણ ખુલ્યા છે. નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી મુશ્કેલરૂપ પાસાઓ પણ સરળ બન્યા છે. આજના સમયે કનેકટીવીટી વધી છે. કોમ્યુનીકેશનના વિકલ્પો વઘ્યા છે.

Advertisement

ત્યારે આ ટેકનોલોજીના વધુને વધુ ઉપયોગથી લોકોને હિન્દુઝમ થી જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંકલ કરી છે. તાજેતરમાં શિકાગો ખાતેની કોન્ફરન્સને સંબોધતા પી.એમ. મોદીએ જણાવ્યું કે, હિંદુ સંસ્કૃતિના વિચારો વિશ્વભરના લોકો સુધી પહોચાડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ કે જે વિશ્વ સમક્ષ સ્થિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે.

પી.એમ. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિના મહાકાવ્યો અને શાસ્ત્રોને ડિજીટલ સ્વરૂપમાં રજુ કરાશે તો આજની યુવાપેઢી તેની સાથે વધુ જોડાશે અન હિંદુ દર્શનના વિચારોથી જાણકાર થશે જે આવનારી નવી પેઢી માટે મહાન સેવા બની રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે આ સંમેલનના તમામ પ્રતિનિધિઓને હું આહવાન કરું છું કે તેઓ તે તમામ પાસાઓ પર વિચારે કે જેના ઉપયોગથી હિંદુઝમ ના વિચારો સાથે વિશ્વભરના લોકો જોડાઇ શકે જણાવી દઇએ કે શિકાગો ખાતેના આ સંમેલનના ઉદધાટન પ્રસંગે ૬૦ થી વધુ દેશોના લગભગ રપ૦૦ પ્રતિનિધિઓ અને હિંદુ નેતાઓ હાજર રહ્યા હતા.

આ સંમેલનમાં પીએમએ જણાવ્યું કે, ભારત પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનના ખજાના ના માઘ્યમથી બૌઘ્ધિક અને સાંસ્કૃતિકરૂપથી વિશ્વભરના લોકોની સાથે વધુ સારા સંબંધ બનાવશે અને આ પાછળ માત્ર એ જ ઉદ્દેશ હશે કે આવનારી પેઢી હિંદુત્વના વિચારોની સાથે વધુ સારા ઢંગથી જીંદગી જીવી શકે.

પીએમ મોદીએ પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું કે, આ સંમેલન શિકાગોમાં યોજાય છે. જે દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ વાત છે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ માં વિશ્વ ધર્મ સંસદ ને અહી સંબોધીત કર્યુ હતું. જેની યાદરૂપે શિકાગો ખાતે સંમેલન યોજાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.