Abtak Media Google News
  • મુખ્યમંત્રીની ચોંકાવનારી જાહેરાત : કોઈ પણ જ્ઞાતિ-જાતિના લોકો હશે 1961 પહેલા સ્થાયી થયા હશે તેને જ રાજ્યમાં રહેવા દેવાશે

National News

મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા છે આ દરમિયાન સરકારે ચોંકાવનારો નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે સોમવારે જાહેરાત કરી કે 1961 પછી રાજ્યમાં આવેલા લોકોને હાંકી કાઢવામાં આવશે.  તેમણે કહ્યું- 1961 પછી મણિપુરમાં આવીને સ્થાયી થયેલા લોકોની ઓળખ કરવામાં આવશે.  તેઓ કોઈપણ જાતિ કે સમુદાયના હોય, તેઓને અહીંથી કાઢી મુકવામાં આવશે.

મણિપુર સરકારના આ નિર્ણયને રાજ્યના સ્થાનિક જાતિ સમૂહોના લોકોની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. મે 2023 થી રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ચાલુ છે.  સીએમ બિરેને હિંસા માટે ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને મ્યાનમારના શરણાર્થીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

કેન્દ્ર સરકારે 2019માં મણિપુરમાં ઇનર લાઇન પરમિટ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી.  જે રાજ્યોમાં આઈએલપી લાગુ છે, ત્યાં પરવાનગી વિના બિન-મૂળ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.  આઈએલપી બ્રિટિશ શાસન દરમિયાન બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન, 1873 હેઠળ લાગુ કરવામાં આવી હતી.

જોકે, 1950માં મણિપુરમાંથી આઈએલપી પાછી ખેંચી લેવામાં આવી હતી.  તેના પુનઃ અમલીકરણની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.  કેન્દ્રના નિર્ણય બાદ 1 જાન્યુઆરી, 2020થી મણિપુરમાં આઈએલપી અમલમાં આવ્યો.  રાજ્ય સરકારે 2022 માં આઈએલપી હેઠળ સ્થળાંતર કરનારાઓ માટે 1961 ને આધાર વર્ષ તરીકે ગણ્યું હતું. એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 1961 પહેલા બહારથી આવેલા લોકોને રાજ્યમાં વતની ગણવામાં આવશે નહીં.  મણિપુર ઉપરાંત ઉત્તર-પૂર્વમાં મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ ઇનર લાઇન પરમિટ  સિસ્ટમ લાગુ છે.

મણિપુરમાં કુકી અને મીતેઈ વચ્ચે 3 મેથી જાતિય હિંસા થઈ રહી છે.  અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે.  જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચુક્યા છે.  6 હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.