Abtak Media Google News

શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ, દાતાશ્રીઓના સન્માન સમારોહ અને સમાજના ચૂંટાયેલા ધારાસભ્યોનુ અભિવાદન, વિશાળ રેલી, રક્તતુલા સહિતના  અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

ક્ધયા કેળવણી, સામાજીક એકતા, વ્યસન મુક્તિ અને આર્થિક ઉન્નતિના ઉમદા હેતુ સાથે કાર્યરત માતૃશ્રી રામબાઈમાં આહિર ક્ધયા છાત્રાલય ધ્રોલ દ્વારા આગામી તા.૨૫ ફેબ્રુઆરી રવિવારના રોજ ધ્રોલ ખાતે શ્રી પેથલજીભાઈ ચાવડા શૈક્ષણીક સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં દાતાઓનો સન્માન સમારોહ તેમજ સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો ભગવાનજીભાઈ બારડ- તાલાલા અ ને અમરીશભાઈ ડેર-રાજુલાનું અભિવાદન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જવાહરભાઈ ચાવડાની સ્વાગત રેલી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે મહંત શ્રી જગન્નાથજી મહારાજ તેમજ પ.પૂ. મુરીમાંની ખાસ ઉપસ્થિતિ સાથે આર્શિવચન પાઠવવામાં આવશે. આ ઉપરાંત આહીર સમાજના અગ્રણીઓ અને સમાજના હજારો મહેમાનો ઉપસ્થિત રહેશે.

શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારંભના અધ્યક્ષ અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવશે તેમજ સમારંભનું ઉદ્ઘાટન જામનગર સાંસદ પુનમબેન માડમ કરશે. મુખ્ય અતિથિ તરીકે રાજયમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પ્રણેતા વેૈદિક મિશન પ્રાસલાના ધર્મબંધુજી સ્વામી દીપ પ્રાગટ્ય કરી પ્રેરક ઉદ્બોધન આપશે.

આ કાર્યક્રમની વિગત આપવા માતૃશ્રી રામબાઈમાં આહિર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીગાભાઈ રાઠોડ, ટ્રસ્ટીઓ હરીભાઈ ડાંગર, વશરાભભાઈ લૈયા, દેવદાનભાઈ શિયાળ, બાબુભાઈ મકવાણા, દેશુરભાઈ શિહાર, રમેશભાઈ મકવાણા, શૈલેષભાઈ ડાંગર, ભરતભાઈ સવસેટા, વિજયભાઈ વાંક સહિતનાઓએ  અબતકની મુલાકાત લીધી હતી અને આ કાર્યક્રમમાં આહીર સમાજના ભાઈઓ બહેનોને વિશાળ સંખ્યામાં ઉમટી પડવા મહોત્સવ સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

સંસ્થાનો પરિચય આપતા પ્રમુખ ગીગાભાઈ રાઠોડ

માતુશ્રી રામબાઈમાં આહિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીગાભાઈ રાઠોડે જણાવ્યું કે માતૃશ્રી રામબાઈમાં આહિર ક્ધયા છાત્રાલય દ્વારા શ્રી પેથલજી ચાવડા શૈક્ષણીક સંકુલ જે ધ્રોલ મુકામે રાજકોટ-જામનગર હાઈવે રોડ ઉપર આવેલ છે તેનું ૨૫ ૨૫ ફેબ્રુઆરી રવિવારના રોજ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વાલી મંડળની મીટીંગનું પણ આયોજન કરેલ છે. સંસ્થાના પરિચય વિષે જોઈએ તો સંસ્થાની અંદર અંદાજે ૪૦૦ દિકરીઓ અભ્યાસ કરી રહી છે. ૨૦૦૪થી માંડીને ૨૦૧૮ સુધીમાં સંસ્થાએ ઘણી અવિરત પ્રગતિ કરેલ છે. સંસ્થા પાસે અત્યારે ૩૧ ‚મનું વિશાળ અધ્યતન ડોમવાળું શૈક્ષણીક બિલ્ડીંગ છે. જેમાં સીસીટીવી કેમેરા, ઈલેકટ્રોનિક સિસ્ટમ ઓડિયો, વિઝયુઅલ સિસ્ટમ વિગેરેથી સાધનો છે. પ્રોજેકટરોથી અત્યારે નેટ ઉપરના પણ શિક્ષણ આપવામાં આવે છે. અને બાયસ્ટેકથી પણ ગુજ. ગર્વમેન્ટના પ્રોગ્રામ સાથે આ સંસ્થા જોડાયેલ છે. હોસ્ટેલની સગવડતા વિશે વાત કરીએ તો હોસ્ટેલમાં ૪૦૦ફૂટના વિશાળ હોલ આવેલ છે.જેમાં અધ્યતન સુવિધાઓ અપાયેલ છે. બાજુમાં રેકટર હાઉસ આવેલ છે. વિદ્યાર્થીઓને રાત્રે પણ કોચીંગની સુવિધા આપવામાં આવે છે. અને બધા ‚મમાં એટેચ બાથ‚મ આપેલ છે.પાણીની સુવિધા ૨૪ કલાકની છે. તેમજ ગરમ પાણીની સગવડતા છે. આરો સિસ્ટમ પણ મૂકવામાં આવેલ છે. સંસ્થા સાથે ૨૦૦ સ્કવેરફીટનું વિશાળ ડાયનીંગ હોલ પણ આવેલ છે. વર્ષ ૨૦૧૭ના માર્ચમાં સંસ્થાએ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.

આહીર સમાજ દ્વારા પરંપરાગત સ્વાગત રેલી

આહીર સમાજ દ્વારા યોજાનાર અદકેરા આયોજનમાં જવાહરભાઈ ચાવડાની સ્વાગત રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૭:૩૦ કલાકે ખારવા રોડ રામરોટી આશ્રમ મેદાન ધ્રોલ ખાતેથી બાઈક બુલેટ, ગાડીઓ તેમજ ઘોડે સવારો સાથે  સમાજના હજારો લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગત રેલી કાઢવામાં આવશે તેમજ જવાહરભાઈ ચાવડાની રક્તતુલા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.