Abtak Media Google News

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી શુક્રવારે વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 48 પૈસા વધીને 79.99 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 87.39 થઈ ગયો છે. આ અત્યાર સુધીની સૌથી વધારે કિંમત છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયાના વિરોધમાં કોંગ્રેસ 10 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં વિરોધ કરશે.

મેટ્રો શહેરમાં ગુરુવારે પેટ્રોલમાં 16થી 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21થી 22 પૈસાનો વધારો થયો છે. તેલ કંપનીઓએ બુધવારની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નહતો. આ પહેલાં 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

 

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેરગુરુવારનો ભાવ (રૂ/લીટર)શુક્રવારનો ભાવ (રૂ/લીટર)વધારો
દિલ્હી79.5179.9948 પૈસા
મુંબઈ86.9187.3948 પૈસા

મેટ્રો શહેરમાં ડીઝલનો ભાવ

શહેરગુરુવારનો ભાવ (રૂ/લીટર)શુક્રવારનો ભાવ (રૂ/લીટર)વધારો
દિલ્હી71.5572.0752 પૈસા
મુંબઈ75.9676.5155 પૈસા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.