Abtak Media Google News

પાંચ રાજયોમાં વિધાનસભા અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન રાજનીતિક જાહેરાતોમાં પારદર્શકતા લાવવાનો પ્રયાસ –ગુગલ

થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલા ફેસબુકના ડેટાલીક કૌભાંડે દેશભરમાં ભારે ચકચાર જગાવી દીધી હતી. યુનેસોના ડેટા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાતા હોવાની વાતે પણ જોર પકડયું હતુ ત્યારે હવે આગામી વર્ષે ભારતમાં પાંચ રાજયો અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ ગુગલ સજજ થયું છે. અને પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતોમાં વધુને વધુ પારદર્શકતા લાવીશું તેમ જણાવ્યું છે.

સર્ચ એન્જીન કંપની ગુગલે વધુમાં જણાવ્યું છે કે ભારતમાં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી દરમિયાન રાજનીતિક જાહેરાતોમાં વધુને વધુ પારદર્શકતા આવે તે પર કામ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સોશ્યલ મિડીયા પર ફેલાતા ફેક ન્યુઝના કારણે હિંસા ભડકી ઉઠી હતી અને આ કારણસર પ્રૌદ્યોગીક કંપનીઓએ દુનિયાભરનાં લોકોની આલોચનાનો સામનો કરવો પડયો હતો.

જેથી હવે, ચૂંટણી દરમિયાન કોઈ વિપરીત પરિસ્થિતિ ઉભી ન થાય તેને લઈ ગુગલે આ પ્રકારે વાત કહી છે. ફેસબુક અને ગુગલ જેવી કંપનીઓ રાજનીતિક વિજ્ઞાપનોના પ્રયોજકોની પણ જાણકારી વેબસાઈટ પર મૂકે તે માટે અમેરિકા એક કાયદો ઘડવા પર વિચાર કરી રહ્યું છે. જેમાં કંપનીઓએ જાહેરાતો પર કરાયેલા ખર્ચ અને તે જાહેરાત પર કેટલા લોકો ધ્યાન દોરી રહ્યા છે. તે તમામ વિગતો આપવી પડશે.

ગુગલના પ્રવકતાએ વધુમાં કહ્યું કે, અમે એ ઉપાયો પર વધુ ધ્યાન દોરી રહ્યા છીએ કે જે ચૂંટણી લક્ષી જાહેરાતોમાં વધુ પારદર્શક લાવી શકે અને ચૂંટણીને પ્રમાણિકતા પૂર્ણ કરવા ભારતીય ચૂંટણી પંચને અમે સંપૂર્ણ મદદ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.