Abtak Media Google News

Petrol – Diesel ની વધેલી કિંમતોને લઈને કેટલાક દિવસોથી આલોચના સાંભળી રહેલ મોદી સરકારે આજે કિંમતો ઓછી કરવા માટે એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે. નાણા મંત્રાલયે મંગળવારે સાંજે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લગતા બેસિક એક્સાઈઝ ડ્યુટીને પ્રતિ લીટર ૨ રૂપિયા ઓછો કરવામાં આવ્યો છે. બેસિક એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડો બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બંને પ્રકારનાં પેટ્રોલ-ડિઝલ પર લાગુ થશે.

Advertisement

નાણા મંત્રાલયે પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, આ આદેશ ૪ ઓક્ટોબરથી લાગુ થઇ જશે. મંત્રાલયનું કહેવું છે કે, આ પગલું ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતનાં કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને વધવાથી રોકવા માટે ઉઠાવવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે પોતાનાં ટ્વીટર હેન્ડલથી જાણકારી આપતા કહ્યું છે કે, ‘બેસિક એક્સાઈઝ ડ્યુટીમાં આવેલ ઘટાડાથી સરકારનાં રેવેન્યુમાં વાર્ષિક ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થશે. આ વર્ષે બાકી રહેલા મહિનામાં આ નુકશાન ૧૩,૦૦૦ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. મંત્રાલયનું કહેવું છે કે, આ નિર્ણય સામાન્ય વ્યક્તિને રાહત પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ પણ ઘણા સમયથી સરકાર પર કટાક્ષ કરી રહ્યું છે.’

હાલમાં દિલ્હીમાં ૭૦.૮૮ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. તેમજ ડીઝલની કિંમત ૫૯.૧૪ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ પર સરકાર અત્યારે કુલ ૨૧.૪૮ રૂપિયા પ્રતિ લીટર ઉત્પાદ શુલ્ક લગાવે છે, જ્યારે ડીઝલના મામલે આ ૧૭.૩૩ રૂપિયા પ્રતિ લીટર છે. સરકારે વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતમાં નરમાઈ જોતા તેનો લાભ ઉઠાવવા માટે ૩ વર્ષ પહેલા કિંમતમાં વૃદ્ધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.