Abtak Media Google News

દિલ્હીમાં એક વર્ષ બાદ પેટ્રોલના ભાવ લીટરે ૭૫ રૂ.ની સપાટીએ પહોચ્યા

થોડાક મહિનાથી સ્થિર રહેલા પેટ્રોલ- ડીઝલના ભાવોમાં છેલ્લા એક માસમાં ફરી ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ફુડના જતી પેટ્રોલ – ડીઝલના કારણે છેલ્લા એક માસમાં પેટ્રોલ- ડીઝલના ભાવોમાં પ્રતિલીટરે એક રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક પખવાડીયામાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પ્રતિ લીટરે ૭૦ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી, રાજકોટમાં પંદર દિવસ પહેલા પેટ્રોલનો ભાવ ૭૩ રૂ પ્રતિ લીટર હતો તે વધીને આજે ૭૩.૩૦ રૂ.એ પહોંચી જવા પામ્યા હતો. જયારે ડીઝલનો પંદર દિવસ પહેલા ભાવ ૬૮.૫૫ રૂ પ્રતિ લીટરે પહોંચી જવા પામ્યો છે. દિલ્હીમાં એક વર્ષ બાદપેટ્રોલનો ભાવ ૭૫ રૂ. એ પહોંચી જવા પામ્યો છે.  ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૫ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. એક વર્ષ કરતા વધુ સમયમાં આ પહેલીવાર છે જ્યારે તેલની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. તેલ કંપનીઓએ વધતા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓના દૈનિક ભાવની સૂચના મુજબ ગઈકાલે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૦ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ વધારા પછી રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ ૭૫ રૂપિયા અને ડીઝલ ૬૬.૦૪ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ૯ નવેમ્બરથી એક દિવસ સિવાય ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એકંદરે, ગયા મહિનામાં પેટ્રોલ ૨.૩૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જોકે, ડીઝલ કંઈક નરમ પડ્યું હતું અને લિટર દીઠ રૂ. ૬૫-૬૬ ની રેન્જમાં હતું. સપ્ટેમ્બરના મધ્યમાં સાઉદી અરેબિયામાં આવેલા મોટા અરામકો કંપનીના ઓઇલ પ્લાન્ટ પરના હુમલા પછી ઇંધણના ભાવમાં વધારો થયો છે. તે સમયે, પેટ્રોલ માત્ર બે અઠવાડિયામાં ૨.૫ રૂપિયા પ્રતિ લીટર વધ્યું હતું. જોકે, તે પછી ભાવ નરમ પડ્યા અને દિલ્હીમાં તે પ્રતિ લિટર રૂ. ૭૪.૬..૬૧ થી ઘટીને ૭૨.૬૦ પર આવી ગયો.

Advertisement

7537D2F3 8

૯ નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું એક કારણ ડોલર સામે રૂપિયાના વિનિમય દર છે. એ જ રીતે, પહેલા પછી સાઉદી અરેબિયાના તેલ પ્લાન્ટ પર ડીઝલ ૬૭ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયું હતું, પરંતુ પછી નરમ પડ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દૈનિક ધોરણે ઇંધણના ભાવમાં ફેરફાર અને રૂપિયા-ડોલરના વિનિમય દરમાં ફેરફારના આધારે સુધારા-વધારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.