Abtak Media Google News

વીજકંપનીની લાખ કોશિષ છતા સૌરાષ્ટ્રમાંથી પાવર ચોરી ઘટતી નથી: એક વર્ષમાં ૧.૮૪ લાખ કનેકશનોમાં ગેરરીતિ પકડાતા વીજચોરોને ૨૨૧.૩૧ કરોડનો દંડ ફટકારાયો

પીજીવીસીએલના એમ.ડી. એચ.આર. સુથારના માર્ગદર્શન હેઠળ વીજ ચેકિંગ ઝૂંબેશ વધુ સઘન બનાવાશે: વીજલોસ ઘટાડવા રહેણાંક, ઔદ્યોગિક અને ખેતીવાડી કનેકશનમાં ઘોસ બોલાવશે

સૌરાષ્ટ્રભરમાં વીજચોરો જાણે સુધરવાનું નામ ન લેતા હોય એમ દરરોજ લાખોની પાવર ચોરી પકડાય છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષ પ્રારંભે એટલે કે ૨૦૧૬-૨૦૧૭માં રેકોર્ડબ્રેક કહી એટલી એટલે કે ‚ા.૨૨૧.૮૭ કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વીજચોરો જાણે પીજીવીસીએલને પડકાર ફેંકતા હોય તેમ ખેતીવાડી રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં બેફામ વીજ ચોરી થઈ રહી છે.

વીજચોરોના પાવર સામે પીજીવીસીએલએ પણ બાંયો ચઢાવી હોય એમ ચેકીંગ ઝુંબેશ સઘન બનાવી આવા લોકોની શાન ઠેકાણે લાવવા કમર કસી છે. નવા ચાલુ વર્ષમાં વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્રમાં કુલ ૧૦,૫૪,૫૧૭ વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા.

જેમાંથી રહેણાંક, ઔદ્યોગિક અને ખેતીવાડી વિસ્તારોમાંથી કુલ ૧,૮૪,૪૪૫ કનેકશનોમાંથી ગેરરીતિ બહાર આવતા વીજ કંપનીએ પાવર ચોરોને ૨૨૧ કરોડ ૮૭ લાખ ૩૯ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પીજીવીસીએલનાં મેનેજીંગ ડીરેકટર એચ.આર. સુથારનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રભરમાં ખૂણેખૂણે સઘન ચેકીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ચુસ્ત પોલીસ અને એસઆરપી બંદોબસ્ત હોવા છતા વીજ ચેકીંગ ટીમ ઉપર અવાર નવાર હુમલાઓ પણ થતા જ હોય છે. આ મામલે વીજ કંપની કડકાઈ ભર્યું વલણ દાખવી જવાબદારી સામે પોલીસ

ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચાલુ વર્ષ દરમિયાન કુલ ૨૨૧.૩૯ કરોડની વીજચોરી પકડાય છે. જેમાં સૌથી વધુ જામનગર સૌથી વધુ ૪૨.૨૧ કરોડ, ભાવનગર સર્કલમાં ૩૧.૩૯ કરોડ અને રાજકોટ ‚રલમાં ૧૪.૫૦ કરોડ અને સીટી સર્કલમાં ૮.૦૪ કરોડની વીજ ચોરી પકડાઈ છે. પાવર ચોરી અને વીજ કંપનીનો લોસ ઘટાડવા હજુ પણ ચેકીંગ ઝુંબેશ સઘન કરવામાં આવ્યું છે. વીજ વર્તુળમાંથી જાણવા મળ્યું છે કે વીજ ચોરોના પાવર સામે વીજ કંપનની કેવું વલણ દાખવે છે એ જોવું રહ્યું.

રાજકોટ જીલ્લામાં એક વર્ષમાં. ૨૨.૫૪ કરોડની વીજ ચોરી પકડાઈ

સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ વીજ ચોરીમાં જામનગર, ભાવનગર, અમરેલી પછી ચોથા સ્થાને રાજકોટ છે. રાજકોટ શહેરમાં વર્ષ દરમિયાન ૭૪,૫૮૦ વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૭૦૩માંથી ગેરરીતિ ઝડપાઈ જેમાં ‚ા.૮૦ કરોડ ‚પીયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧,૦૯,૧૮૩ જેટલા કનેકશન ચેકીંગ કરવામાં આવ્યું જે પૈકી ૧૬,૪૧,૪૧૫માંથી ગેરરીતિ માલુમ પડતા ૧૪.૫૦ કરોડનો દંડ ફટકારાયો છે. આમ, રાજકોટ સિટી સર્કલ અને ‚રલ સર્કલમાં વર્ષ દરમિયાન કુલ ૨૨.૫૪ કરોડની વીજ ચોરી પકડાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.