Abtak Media Google News

સીએસઆર પ્રોજેકટ અંતર્ગત ‘સેફ ઓપરેશન ઓફ ઇલેકટ્રીકલ નેટવર્ક’ નામનો સર્ટિફાઇડ કોર્ષ તૈયાર, ગુજરાત કાઉન્સીલ ઓફ વેકેશન ટ્રેનીંગ દ્વારા માન્યતા પ્રાપ્ત આ નવા કોર્ષ માટે 54 લાખ રૂપિયા ફાળવાયા

પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આવતી 4પ જેટલી આઇટીઆઇમાં કોર્ષ ઉપલબ્ધ બનશે: છાત્રોને થીયરી અને પ્રેકટીકલ જ્ઞાન રીયલ મોડેલ દ્વારા અપાશે

પીજીવીસીએલ દ્વારા આઇટીઆઇ ના વિઘાર્થીઓ માટે સીએસઆર પ્રોજેકટ અંતર્ગત પીજીવીસીએલની વીજ વિતરણની કાર્ય પ્રણાલી જાણી શકાય. અભ્યાસ કરી શકાય અને વીજ વિતરણ માળખાનું સલામત સંચાલન કરી શકાય તે હેતુથી ‘સેફ ઓપરેશન ઓફ ઇલેકટ્રીકલ નેટવર્ક’ નામનો સર્ટીફાઇડ કોર્ષ ડીઝાઇન કરવામાં આવેલ છે. જેમાં જુદા જુદા પ્રકરણો આ કોર્ષ માટે ખાસ ડીઝાઇન કરવામાં આવ્યા છે.

સેફ ઓપરેશન ઓફ ઇલેકટ્રીકલ નેટવર્ક નામના કોર્ષની માન્યતા ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશન ટ્રેનીંગ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે. આ માન્યતા અંતર્ગત દરેક આઇટીઆઇ વિઘાર્થીઓ તેમના અભ્યાસક્રમના ભાગરુપે આ સર્ટીફાઇડ કોર્ષનો થીયોરેટીકલ અને પ્રેકટીકલ અભ્યાસ કરી શકશે. ખાસ કરીને વીજ માળખા પર વીજ વિતરણ માળખાનું સેફટી સાથે સંચાલન અને વીજ માળખાના સ્ટાન્ડર્ડ પ્રમાણેના સંચાલનની એકયુઅલ તાલીમ મળી રહે તે અર્થે પીજીવીસીએલ દ્વારા સી.એસ.આર. પ્રોજેકટ ફંડ અંતર્ગત કુલ રૂ. પ4 લાખથી વધારે ખર્ચ મંજુર કરી પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવતી કુલ 45 જેટલી આઇટીઆઇ ના કેમ્પસમાં રીયલ મોડલ બનાવવામાં આવનાર છે.

જેમાં રાજકોટ ખાતે સૌ પ્રથમ આ રીયલ મોડલ તૈયાર થયેલ છે. આ સાથે દરેક આઇટીઆઇને સેફટી સાથે વીજ માળખાના સંચાલન માટે પ સેફટી કીટ આપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે સેફટી બેલ્ટ, રબ્બર હેન્ડ ગ્લોઝ, હેલ્મેટ, ડીઓ રોડ, અર્થ રોડ અને સેફટી શૂઝ સામેલ છે. આ સ્પેશીયલ ડીઝાઇન કોર્ષનો લાભ અંદાજે 3500 થી 4000 આઇટીઆઇ ના તાલીમાર્થી વિઘાર્થીઓ દ્વારા લેવામાં આવનાર છે.

એક પબ્લીક સેકટર યુનિટ દ્વારા આઇટીઆઇ ના વિઘાર્થીઓ માટે સેફટછી માટેનો થીયોરેટીકલ અને પ્રેકટીકલ મોડલ તૈયાર કરેલ હોય અને માન્યતા પ્રાપ્ત કરી અભ્યાસક્રમમાં મુકેલ હોય તેવો સૌ પ્રથમ પ્રયાસ પણ કહી શકાય. આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા તેના નવનિયુકત ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ  એપ્રેન્ટિસ અને કોન્ટ્રાકટર ના માણસોને પણ આ કોર્ષ કરાવી સેફટી અને તેના સ્ટાન્ડર્ડ  પ્રમાણે વીજ વિતરણ માળખાનું સંચાલન થાય તે માટે સર્ટીફાઇડ કોર્ષ કરાવવાનું પણ આયોજન કરેલ છે.

કોર્ષમાં કેવો અભ્યાસ ક્રમ હશે ?

  • પ્રકરણ-1 વીજ વિતરણ માળખું
  • પ્રકરણ-ર વીજ વિતરણ માળખામાં વપરાતા સાધનોની ઓળખ
  • પ્રકરણ-3 વીજ વિરણ માળખામાં ઉપર કામ કરી વખતે વપરાતા સલામતીના સાધનો (સેફટી કીટ)ની ઓળખ
  • પ્રકરણ-4 લાઇન સ્ટાફ માટે પાયાની ટૂલકીટ
  • પ્રકરણ-પ વીજ વિતરણ માળખામાં ઉપર કામ કરતી વખતે સલામતી જાળવવા માટેની પઘ્ધતિ
  • પ્રકરણ-6 વીજ પોલ પર કામ કરતી વખતે સલામતી જાળવવાની પઘ્ધતિ અને સલામતીના પગલાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.