Abtak Media Google News

એક રસી માટે ઉતાવળ કરશો નહીં, કોણ જાણે છે, જુન-સપ્ટેમ્બરના ગાળામાં મોટાભાગના ભારતીયોએ હર્ડ ઇમ્યુનીટી મેળવી લીધી હશે

હાલ વિશ્વમાં ચોમેર દિશાએ એક જ વાત છે કોરોના સામેની રસીની રસીની સફળતા દાવા કરતી ફાર્મા કંપની પણ 100 ટકા નો દાવો કરી શકી નથી. ઘણા બધા નામોને કારણે લોકો મુંઝાયા છે. કે કઇ રસી સારી છે. મોટી ફાર્મા કંપની કરોડો ડોઝ તૈયાર કરીને બેઠી છે. વિશ્વભરમાં હજી પ4 વિવિધ રસીમાંથી માત્રને 4 ને માન્યતા મળી તેથી સૌ કમાય લેવાની લ્હાયમાં છે.

ચાર પૈકી બે રસીઓ આર.એન. આધારીત છે. ફાઇઝરને મોર્ડના આનુવંશિક રસી હોવાનું માનવોમાં સલામતી માટે પરિક્ષણ કરાયું નથી. ઓકસફર્ડ અને સ્યુટનિક જીવંત દ્રષ્ટિ યુકત રસી હોવાને કારણે 100 ગણો ઓછો વાયરલ રહે છે. ફલુ અને એમ.એમ.આર. રસી આ પ્રકારની હોય છે. આમ જોઇએ તો પણ શરીરમાં લગાવેલી તમામ રસીઓ રોગ પ્રતિકારક શકિત વધારવા અથવા આંતરિક રોગકારક રોગ સામે લડવા માટે આંતરીક સંરક્ષણ પ્રણાલી વધારવામાં મદદ કરે છે જેમાંથી તે બનાવે છે.

ભારત માટે આઇ.સી.એમ.આર. સરકારે એકસફર્ડ અને સ્યુટનિકની પસંદગી કરી છે. આ બન્ને રસીનો તકનીકનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ અગાઉ ‘ઇબોલા’ વાયરસમાં કરેલો છે. તેથી દેખીતી રીતે સલામતી પ્રોફાઇલ સારી છે. રસીના ભાવ અસરકારકતા સ્ટોરેજ જેવી બાબતો લેવી આપણા દેશ માટે ખાસ જરુર છે બન્ને રસીનો 95 ટકા અસરકારકનો દાવો છે. અગાઉ આપણે ફલૂ જેવી રસી 40 થી 60 અને રૂબેલા સામેની એમ.એમ. આર.માં 88 ટકા અસરકારકતા હોવા છતાં આપણે તેનો ઉપયોગ કર્યો જ છે. વિશ્ર્વ વ્યાપી પરિક્ષણોમાં આપણી વંશિયતાને ઘ્યાનમાં લેવાતા હોવાને કારણે બીજા દેશોમાં અજમાયત વધુ સારુ ચિત્ર આપે છે. હાલનો માહોલ અને રસીઓની રસ્સા ખેંચના કારણે ર0ર1માં બધુ ઉપલબ્ધ થઇ જશે. બધા સરળતાથી ખરીદી શકશે.

આપણાં દેશની સ્થિતિ જોઇએ તો રસીની ઉતાવળની જરુર નથી. કદાચ આપણે જુન-સપ્ટેમ્બરના ગાળામાં મોટાભાગના ભારતીયોએ ટોળાની પ્રતિરક્ષા (હર્ડ ઇમ્યુનીટી) મેળવી લીધી હોય. ફાર્મા  કંપનીઓએ રસી યુઘ્ધો છોડી દેવા જોઇએ, આ દરમ્યાન માસ્ક સલામત અંતર હાથ ઘોવાને ભીડને ટાળવાનું ભૂલશો નહીં. હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી કોરોના સંક્રમણના પ્રાથમિક તબકકે કરાતો આ ટેસ્ટ સલાહભર્યો નથી તેમ તબીબો પણ કહે છે. રેપીડ એન્ટીજન અને આર.ટી. પી.સી.આર. બન્ને ટેસ્સ્ટ સરકારે ગ્રાહય રાખ્યા છે. એચ.આર. ટી.સી. ને કારણે કેન્સર નો ભય રહેલો છે. 14 થી ર8 દિવસમાં તેમાં બદલાવ પણ જોવા મળે છે. આ ટેસ્ટમાં કોરેડ સ્કોર એટલે કે કોવિડ-19 વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે, બગાડ કર્યો છે ત આ સ્કોરથી જાણી શકાય છે. પણ છાતીમા એક હજાર ડ-છઅઢ  જેટલું રેડિયેશન જીલવું પડે છે જે ઘણો હોટો ડોઝ છે તેને કારણે કેન્સર થઇ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવેલ છે કે કોરોના વાયરસની સફળ રસીના પરિક્ષણે આશા જગાવી છે કે આપણે તેને ઝડપથી કંટ્રોલ કરી શકશું, તેમણે અપીલ કરી છે કે બધાને રસી ઉપલબ્ધ થવી જોઇએ. કોરોનાને આપણે રોકી શકીશું પણ આગળનો રસ્તો અવિશ્વાસથી ભર્યો છે.

વિશ્વમાં રોગ નાબુદી માટે 2390 કરોડ ડોલરની જરૂરત

હાલ 430 કરોડ ડોલરને 2021માં 2390 કરોડ ડોલરની જરુર પડશે. દુનિયાભરમાં સ્વાસ્થ્ય ઉપર 7500 અબજ ડોલર ખર્ચ થાય છે. જે વૈશ્વિક જી.ડી.પી.ના લગભગ 10 ટકા જેટલો છે. મોટાભાગનો હિસ્સો બિમારીને ઠીક કરવામાં જ વપરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.