Abtak Media Google News

જુના-બેડી માર્કેટ યાર્ડમાં પણ નાયબ મામલતદાર ખડેપગે: પ્રાંત અને મામલતદારોને દર કલાકે રિપોર્ટ આપવાનો કલેકટરનો આદેશ

ભારત બંધના એલાનને પગલે દરેક પોલીસ સ્ટેશન અને જુના તથા બેડી માર્કેટ યાર્ડ ખાતે એક- એક નાયબ મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર સાથે ફરજ ઉપર મુકવામાં આવ્યા છે આ સાથે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા તમામ પ્રાંત અને મામલતદારને દર એક- એક કલાકે પોતાના વિસ્તારનો રિપોર્ટ આપવાની સૂચના અપાઈ છે.  આજે ભારત બંધનું એલાન છે. આ આ દરમિયાન કોઈ છમકલાં ન થાય અને પ્રજાને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલિસ તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને અગમચેતી વાપરી બેડી અને જૂના માર્કેટ યાર્ડ તથા દરેક પોલીસ સ્ટેશનમાં એક-એક નાયબ મામલતદારને એકઝીક્યુંટિવ મેજીસ્ટ્રેટના પાવર સાથે મૂકી દિધા છે અને સતત સંપર્કમાં રહેવા પણ સૂચના અપાઇ છે. કલેકટરે દરેક પ્રાંત – મામલતદારને પણ પોતાના વિસ્તારમાં વોચ રાખવા – રાઉન્ડ લેવા અને દર કલાકે રીપોર્ટ આપવા પણ આદેશો કર્યા છે. જેના પગલે પ્રાંત અને મામલતદાર પોતાના વિસ્તારોમાં થતી ગતિવિધિની પળે પળની ખબર કલેકટર સુધી પહોંચાડી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.