Abtak Media Google News

‘અબતક’રજવાડી રાસોત્સવ ગઇકાલે માં આદ્યશકિતના છઠ્ઠા નોરતે અબતક રજવાડી ગ્રાઉન્ડમાં રાત્રે સુરજ ઉગ્યો હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયુ હતું. નવરાત્રી જયારે અંતિમ ચરણોમાં છે ત્યારે ખેલૈયાઓમાં વધુને વધુ જોમ અને જોશ દેખાઇ રહ્યો છે. ત્યારે નવરાત્રીના છઠ્ઠે નોરતે અબતક રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ મન ભરીને જુમ્યા હતા.

મા શકિતની આરાધનામાં સંગીતકારો અને ગાયક કલાકારોના સુરના તાલે ખેલૈયા અને પોતાના અવનવા સ્ટેપથી સાથે ગરબે જુમ્યા હતા. દરરોજની જેમ અબતક રજવાડી રાસોત્સવની શરુઆત આયોજક ખેલૈયાઓ અને મહાનુભાવો દ્વારા મા ખોડીયારની આરતી કરવામાં આવી હતી. જયારે અબતક રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓમાં ઉત્સાહ વધારવા સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા પણ ઉ૫સ્થિત રહ્યા હતા.

D6709

અબતક રજવાડી રાસોત્સવમાં રાત્રીના સમયે માતાજીની આરાધના અને ગરબાના માહોલ વચ્ચે ચાંદની સોળે કળાએ ખીલી ઉઠી હતી. ખેલૈયાઓએ સંગીતકાર અને ગીતકારના સુર પર મન મૂકીને જુમ્યા હતા ગરબા ચાર રાઉન્ડ બાદ અંતે વેલ ડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલ પ્લેડ પ્રિન્સ-પ્રિન્સેસ સીનીયર જુનીયર કેટેગરીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

દિકરા-દિકરીઓને ભગવતીની આરાધના કરવા સુંદર પ્લેટફોર્મ પુરુ પડાયું છે: મોહનભાઈ કુંડારીયા

Vlcsnap 2019 10 05 13H00M35S237

મોહનભાઈ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અબતક રજવાડી ગરબીનાં આયોજનથી માં ભગવતીની આરાધના ૯ દિવસ સુધી કરી તથા દિકરી-દિકરાઓને આરાધના માટે પ્લેટફોર્મ પુરુ પાડવા માટે જે આયોજન કયુર્ંં છે એ બદલ અભિનંદન આપુ છું. ખરા અર્થમાં નવરાત્રીએ ધાર્મિક પર્વ જેમાં ભગવતીની પુજા-અર્ચના આરાધના કરવામાં આવે છે અને આ કાર્યક્રમનાં માધ્યમથી લોકો માતાજીની આરાધના કરી શકતા હોય છે. આ યુવકોએ જે આયોજન કર્યું છે. એ બદલ તેમને અભિનંદન આપી દર વખતે આવુને આવું આયોજન કરતા રહે તેવી મારી શુભકામના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.