Abtak Media Google News

શહેરમાં થર્ટીફર્સ્ટની રાત્રીના ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવી જાહેર માર્ગો પર ફરી છાગટા બનેલા કેટલાક છેલબટાવ શખસોની પોલીસે શાન ઠેકાણે કરી હતી. ગઈકાલે થર્ટી ર્ફ્સ્ટની રાત્રીના કાલાવડ રોડ પર આવેલા કે. કે. વી. ચોક પાસે બેફામ બાઈક ચલાવીને નિકળેલા કેટલાક શખસોને પોલીસે અટકાવી જાહેરમાં ઉઠક બેઠક કરાવી છેલબટાવ શખસોની શાન પોલીસે ઠેકાણે કરી હતી.

Advertisement

Screenshot 20200101 132634

ગઈ રાત્રીના થર્ટીફર્સ્ટની નાઈટ દરમ્યાન પોલીસે જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દેશી, વિદેશી દારૂ પીધેલા ૧૦ જેટલા શખસોને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરી હતી જયારે કુવાડવા પોલીસે બેડી ગામ પાસેથી હિતેશ ભીમજી સાગઠીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર સહિત બે શખસોને  વિેદેશીાદારૂની ૧૨ બોટલ કિંમત રૂા. ૩૬૦૦ સાથે પકડી લીધા હતા. જ્યારે આજી ડેમ પોલીસે માંડા ડુંગર પાસે આવેલા ભવાની કોમ્પલેક્ષ પાસેથી વિદેશી દારૂની એક બોટલ સાથે યોગેશ જેસીંગ રાતડીા અને ઋત્વીક ઉર્ફે ટેંગો મેવાડાની અટકાયત કરી હતી જ્યારે અન્ય એક બનાવમાં આજી ડેમ પોલીસે સાગર નગર મેઈન રોડ પરથી હીતેશ ભોળા સાપડીયા નામના શખસને ૨ બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.