Abtak Media Google News

એફએસએલના બે-બે રિપોર્ટ અને પોલીસ કમિશનરના હુકમ બાદ પણ બોગસ દસ્તાવેજ તૈયાર કરનારને બચાવવા પોલીસની ભેદી ભૂમિકા!

બોગસ સાટાખત તૈયાર કરી ભૂમાફિયાઓએ કોર્ટમાં દાવો કરી કિંમતી મિલકત વિવાદીત બનાવી પૈસા પડાવવાનો ખેલ?

જમીનનું વેચાણ થયાના વર્ષો બાદ વારસદારને હાથો બનાવી જમીન કૌભાંડીયા સામે પોલીસની ઢીલી નીતિનો ફરિયાદી વકીલનો આક્ષેપ

રાજકોટમાં જમીન કૌભાંડ છાસવાસે પ્રકાસમાં આવે છે. ભૂમાફિયાને પોલીસના આર્શિવાદથી જ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતા હોવાના ચોકાવનારા આક્ષેપ બાદ જમીન કૌભાંડનો ભોગ બનેલા એડવોકેટના સવા વર્ષ સુધી પોલીસમાં ધક્કા ખાધા બાદ અંતે ન્યાય મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ દ્વારા જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનાની અરજીના આધારે સવા વર્ષ સુધી તપાસ કરીને પણ ઉચ્ચ અધિકારીને કેટલાક પેધી ગયેલા પોલીસ અધિકારીઓ દાદ ન દેતા હોવાની ઘટના પણ સામે આવતા સનસનાટી મચી ગઇ છે.

જમીન કૌભાંડની સીલસીલાબંધ વિગત આપતા ઢેબર રોડ પર વન-વેમાં આવેલા નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા અને એડવોકેટ તરીકે વ્યવસાય કરતા હરેશભાઇ પ્રવિણભાઇ કોટકે કુવાડવા પોલીસ મથકના સ્ટાફની ઢીલી નિતિ, તંત્રની ઉદાસીનતા અને મિલાપીપણાના કારણે જ ભૂ માફિયાને બોગસ દસ્તાવેજ બનાવવાની હિમ્મત વધતી હોવાના ચોકાવનારા આક્ષેપ કર્યા છે.

એડવોકેટ હરેશભાઇ કોટકે કવાડવા સર્વે નંબર ૫૪૫ પૈકી ૨ની ચાર એકર જમીનના મુળ માલિક હરદાસ કાનાભાઇ પટેલે કલ્પેશભાઇ મહીદાસને બે એકર અને બે એકર કૌમુદીબેન હીંડોચાને વેચાણ કરી હતી. કલ્પેશભાઇ મહીદાસભાઇ પાસેથી એડવોકેટ હરેશભાઇ કોટકે તા.૪-૫-૨૦૦૪માં વેચાણ દસ્તાવેજી ખરીદ કરી હતી. હરેશભાઇ કોટકે આ જમીન રસીલાબેન અને નયનાબેનને તા.૨૮-૧૨-૨૦૧૮માં વેચાણ કરી દીધી હતી. કુવાડવા સર્વે નંબર ૫૪૫ની જમીનના મુળ માલિક હરસાદભાઇ પટેલના વારસદાર જાદવજીભાઇ ભુટાભાઇનું ૨૦૦૯માં અને તેમના બહેન મણીબેન ભુટાભાઇ ઢોલરીયાનું ૨૦૧૩માં અવસાન થયું હોવા છતાં ભૂ માફિયાઓએ તેમના વારસદાસ લલિત જાદવજી ઢોલરીયાનો સંપર્ક કરી જુના સ્ટેમ્પ પેપર મેળવી જાદવજીભાઇની બોગસ સહી અને મણીબેનના અંગુઠાનું બોગસ નિશાન લગાવી તા.૧૫-૧-૯૯માં રૂા.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર બોગસ સાટાખત બનાવ્યું હતું.

3. Wednesday 1

જેમા મૃતક નોટરી બી.ટી.ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યાનું તેમજ છેલ્લા ૧૮ વર્ષથી લાપતા બનેલા વી.કે.પંડયાને સાક્ષી તરીકે દશાવી કૌભાંડ આચવામાં આવ્યાનું સ્પષ્ટ હોવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં ઢીલી નિતી દાખવવામાં આવ્યાના એડવોકેટ હરેશભાઇ કોટકે આક્ષેપ કર્યા છે.

એડવોકેટ હરેશભાઇ કોટકે પોતાની જમીનના બોગસ દસ્તાવેજ થયા બાદ કોર્ટમાં દાવો દાખલ થયાની નોટિસ મળતા જાણ થયા બાદ તા.૨૩-૧-૧૯ના રોજ પોલીસમાં અરજી કરી હતી. કુવાડવા પોલીસ દ્વારા અરજીની તપાસમાં ઉદાસીનતા દાખવી ન્યાય અપાવતા ન હોવાથી અગાઉ સરકારી રેકર્ડમાં મણીબેન અને જાદવજીભાઇની સહીના નમુના મેળવી ગાંધીનગર એફએસએલ રિપોર્ટ કરાવતા અને એફએસએલનો રિપોર્ટ આવી જતા અંતે કુવાડવા પોલીસ દ્વારા હરેશભાઇ કોટકની ફરિયાદ પરથી કોલેજવાડીમાં રહેતા હિંમત મનુ ઉદાણી અને લલિત જાદવજી ઢોલરીયા સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી જમીન કૌભાંડ આચર્યાનો ગુનો નોંધી પી.આઇ. એમ.સી.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

છેલ્લા સવા વર્ષથી એડવોકેટ હરેશભાઇ કોટક પોલીસ કમિશનર અને કુવાડવા પોલીસ મથકે અવાર નવાર ધક્કા ખાધા હોવાનું અને બે માસ પહેલાં એફએસએલ રિપોર્ટના આધારે ગુનો નોંધવા માટે કુવાડવા પોલીસ મકને પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ગુનો નોંધવામાં પોલીસે ઉદાસીનતા દાખવ્યાના હરેશભાઇ કોટકે આક્ષેપ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.