Abtak Media Google News

ગોધરાથી ખેત મજુરીએ આવેલા કાકા-ભત્રીજા વચ્ચે રસોઇ બનાવવા બાબતે ઝઘડો થતા હત્યા કરી ફરાર

પડધરી તાલુકાના તરઘડી ગામે ખેત મજુરી માટે આવેલા મધ્ય પ્રદેશના કાકા-ભત્રીજાને રસોઇ બનાવવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા કુટુંબી ભત્રીજો પોતાના વયોવૃધ્ધ કાકાના માથામાં ધોકો મારી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા હત્યા કરી ફરાર થયેલા મૃતકના ભત્રીજાની પોલીસે શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગોધરાના વતની અને પડધરી નજીક આવેલા તરઘડી ગામે દિનેશ પટેલની વાડીએ મજુરી કામે આવેલા  છત્રાભાઇ વજાભાઇ બારીયા નામના 58 વર્ષના વૃધ્ધના માથામાં ધોકો મારી તેના કુટુંબી ભત્રીજા બળવંત મરુભાઇ બારીયાએ હત્યા કર્યાનું પડધરી પોલીસમાં નોંધાયું છે.

Advertisement

ગઇરાતે છત્રાભાઇ અને તેના ભત્રીજા બળવંત બારીયા વચ્ચે રસોઇ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા બળવંત બારીયાએ માથામાં ધોકો મારી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે બળવંત બારીયા સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.