Abtak Media Google News

ઔરંગાબાદના મુસ્લિમ શખ્સે ફેસબૂકમાં ખોટી પોસ્ટ મૂકવા બદલ ફરિયાદ નોંધાઇ; આરોપીની ધરપકડ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચક્રો ગતિમાન

કોરોના વાયરસના સંક્રમણના કેસો રાજયભરમાં સૌથી વધારે અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જેમાં અમદાવાદના જમાલપૂર, ખાડીયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ બાકાત નથી. ખેડાવાલાને કોરોના પોઝીટીવ જાહેર થયો તે પહેલા અમદાવાદના જૂના કોટ વિસ્તારમાં કફર્યં લગાડવા મુદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી ખેડાવાલાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી રૂપાણી સહિતના કોરોના ટ્રસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેની ફેસબુકમાં ઓરંગાબાદના એક શખ્સે વિજયભાઈને કોરોના પોઝીટીવ આવ્યાની ખોટી અફવાઓ ફેલાવી હતી. જેથી અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ અફવા ફેલાવનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.મુખ્યમંત્રી વિજયભાઈને કોરોના પોઝીટીવ આવ્યાની ફેસબુકના પ્લેટફોર્મ પર એક શખ્સે ખોટી અફવા ફેલાવી હતી. જેથી, અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે અજાણ્યા શખ્સ સામે આઈપીસીની કલમ ૫૦૫ (૧) અને એપેડેમીક ડીસીસ એકટની કલમ ૫૪ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફે જે ફેસબુક એકાઉન્ટમાંથી આ પોસ્ટ મૂકાય હતી તેની તેના આઈપી એડ્રેસ પરથી તપાસ કરતા આ એકાઉન્ટ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદના ફૈસલખાન યુસુફભાઈ નામના શખ્સનું હોવાનું ખઊલવા પામ્યુંહતુ જેથી આ શખ્સ સામે ગુન્હો નોંધીને તેની ધરપકડ કરવા સાયબર ક્રાઈમ પીએસઆઈ કે.કે. મોદી અને સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.