Abtak Media Google News

સમાજમાં ગુન્હો બન્યા પછી થતી પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ દળમાં આમ જનતામાં ગુનેગારો રાજકારણ અને અન્ય સરકારી તંત્રોમાં બનતી અવનવી અને ચિત્ર-વિચિત્ર ઘટનાઓ જે આજદીન સુધી જાહેર થયેલ નથી તેવી ભૂતકાળમાં બનેલ સત્ય ઘટનાઓ જે સમાજમાં આજે પણ બનવાની સતત ચાલુ છે. જેમાં ગુનેગારો બે નંબરી ધંધા વાળા, રાજકારણનો મામકાવાદ, અધિકારીઓનો  ગમો અણગમો નિષ્ઠાવાન અધિકારીઓની કાર્ય પઘ્ધતિ જનતાના પ્રત્યાઘાતો: મીડીયા અને વર્તમાન પત્રો દ્વારા સારા નરસા કાર્યોનું વિવિધ પ્રકારનું મુલ્યાંકન વિગેરેની આ ધારાવાહીમાં વાતો છે.

સમયાંતરે રાજયમાં ભૂતકાળમાં થયેલ ચુંટણીઓમાં થયેલી ગેરરીતીઓ, નાટકો અને બાહુબલી ધંધાદારી રાજકારણીઓની કાર્ય પઘ્ધતિઓ, સત્તાધારી અને વીપક્ષોની ચુંટણી દરમ્યાનની સાઠમારી કાવાદાવા તેમજ સમયાંતરે સત્તાપરીવર્તનને કારણે પોલીસ દળ અને સરકારી તંત્રના કર્મચારીઓ અધિકારીઓ ઉપર થતી અસરો જેમાં સત્તા માટે થયેલ હજુરીયા ખજુરીયા કાંડ, રોસ્ટર આંદોલન, શિલાયાત્રા, બાબરી ઘ્વંશ અને ગોધરા કાંડ સહીતના બનાવોની જીવંત, દુર્લભ આંતરીક વાતો પોરબંદરની વિવિધ ગેંગો, રણમલ રામ વિ‚ઘ્ધ રામ, ધારાગઢ – વેરાવળની ગેંગો, ચંબલ અને ભાવનગરમાંથી પકડાયેલ ચંબલના ડાકુની વાતો, ગીરના જંગલનો વિરપ્પન એટલે કે હમાલ હસનની વાતો ઉપરાંત અમુક જ્ઞાતિ આધારે ગુન્હા કરતા ગુનેગારો અને રાજકીય  વૃષ્ટિગુણ સંતોષવા (મત માટે) થતી રાજકીય કાર્યવાહી હીલચાલો અને તેવા સંઘર્ષમય માહોલમાં પીડાતા પીડાતા કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકશાહીની જાળવણી માટે તેના નૈતિત મુલ્યો બંધારણીય હકક અને કાયદાની અમલવારી માટે ઝઝુમતિ પોલીસ અને તેને અંતે જશ-અપજશ કે અન્યાય- ન્યાય ભર્યા વ્યવહારની વાતો એટલે પોલીસ વેદના સંવેદના જે વિષય ઉપર લગભગ આજદિન સુધીમાં વિશ્ર્વમાં કયાંય આટલા ઉંડાણ અને તલસ્પર્ષિય રીતે પોલીસની આંતરીક ગતિવિધી અંગે લખાયેલ નથી તેવી એક અનોખી રસથાળ સાથે અમે શરુ કરી રહ્યા છીએ. પોલીસની વેદના ત્થા સંવેદના…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.